ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.02
જૂનાગઢ સોરઠ પંથકમાં ગરમીનો પારો ઉચકયો છે ત્યારે આજે શહેરના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ સર્જાતા ગરમીનો પારો 37 ડીગ્રી નીચે જોવા મળ્યો હતો. જ્યારે વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી ગરમીનો પારો 40 ડીગ્રીએ જોવા મળતા લોકો ભારે ગરમીના લીધે અકળાઇ ઉઠ્યા હતા. જયારે આજે વાદળછાંયુ વાતાવરણ સર્જાતા ગરમીમાં આંશીક રાહત જોવા મળી હતી. જો કે, હવામાન વિભાગની આગાહીના પગલે આગામી એપ્રીલ મહિનામાં આકરી ગરમી સહન કરવી પડશે અને 42 થી 43 ડીગ્રી સુધી તાપમાન ઉંચુ જવાની શકયતાઓ જોવા મળી રહી છે.