ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકામાં બુધવારે સવારે 6 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ 53 મીમી એટલે કે બે ઈંચ વરસાદ વરસી ગયો હતો જેના કારણે મોરબી શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન થયા હતા તો વીજળીના કડાકા ભડાકા તેમજ વૃક્ષ પડવાથી વીજલાઇન અને ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ થવાના કારણે અનેક સ્થળે લાઈટ ગુલ થઈ જતા અંધારપટ સર્જાયા હતા. આ ઉપરાંત મોરબી જીલ્લામાં તાલુકા મુજબ વરસાદ જોઈએ તો બુધવારે સવારે 6 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ મોરબીમાં 53 મીમી, માળીયામાં 50 મીમી, હળવદમાં 29 મીમી, ટંકારામાં 23 મીમી જયારે વાંકાનેર પંથકમાં સૌથી ઓછો 15 મીમી વરસાદ વરસ્યો હતો.
મોરબીમાં સતત પાંચમા દિવસે મેઘકહેર યથાવત : 30 કલાકમાં 53 મીમી વરસાદ
