રાજ્ય સરકારે SOPમાં ફેરફાર કરવાની સત્તા કલેક્ટર અને પોલીસ કમિશનરને આપી પરંતુ પરીપત્ર લેખિતમાં ન આપ્યો
રાજ્ય સરકાર તરફથી મેળાને સંપૂર્ણ ટેકો પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા સ્પષ્ટ લેખિત સૂચનાઓ આપવામાં આવી નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પરંપરાગત મેળાને લઈને અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે, જેના કારણે સ્ટોલ માલિકો અને રાઈડ ઓપરેટરોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. કલેક્ટરે મેળાને અમુક દસ્તાવેજો સાથે આગળ વધારવાની ખાતરી આપી હોવા છતાં, માર્ગ અને મકાન (છ। વિભાગના અધિકારીઓને હજુ સુધી કોઈ લેખિત સૂચના મળી નથી, જેના કારણે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારે એસઓપીમાં છૂટછાટ આપવાની સત્તા કલેક્ટર અને પોલીસ કમિશનરને આપી છે છતાં તેનો કોઈ પરિપત્ર જાહેર ન કરાતા મેળા સંચાલકો અવઢવમાં મુકાયા છે. મેળાના આયોજકો અને વેપારીઓએ જણાવ્યું કે, રાજ્ય સરકાર તરફથી મેળાને સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે, પરંતુ સ્થાનિક રાજકોટના અધિકારીઓ દ્વારા સ્પષ્ટ લેખિત સૂચનાઓ આપવામાં આવતી નથી. ગત વર્ષે આગની ઘટનાને કારણે અનેક વેપારીઓ એક વર્ષથી પોતાનો વ્યવસાય ચલાવી શક્યા નથી.
આવા સંજોગોમાં મેળાના આયોજન અંગેની અસ્પષ્ટતા તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો કરી રહી છે. વહેલી તકે લેખિત આદેશો મળે અને મેળાનું આયોજન સુનિશ્ચિત થાય તેવી વેપારીઓ અને સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, જેથી તેઓ પોતાના વ્યવસાય ફરીથી શરૂ કરી શકે અને આર્થિક રીતે સ્થિર થઈ શકે. પરંપરાગત મેળામાં રાજ્ય સરકારની કડક જઘઙ વહીવટી તંત્ર દ્વારા લાગુ પાડવામાં આવી જેમાં યાંત્રિક રાઈડ માટે રાઈડ હેઠળ છઈઈ ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને ૠજઝ સાથેનુ રાઈડનુ બિલ માંગવામાં આવ્યું હતું. જો કે તેને લઈને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સુધી ગુજરાત મેળા એસોસિયેશન દ્વારા રજૂઆતો કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે જઘઙમાં છૂટછાટ આપતો પરિપત્ર કર્યો હતો અને તેને લીધે હવે મેળો ચકડોળ સાથે તો યોજાશે, પરંતુ તેમાં આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં 150 જેટલા સ્ટોલ અને પ્લોટ ખાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
સરકાર દ્વારા રાહત છતાં માર્ગ અને મકાન વિભાગ રાહત આપવા માંગતું નથી: કૃષ્ણસિંહ જાડેજા
લોકમેળામાં 238 માંથી 150 જેટલા વિભાગો હજુ ખાલી છે છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ક્વેરી કાઢવામાં આવી રહી છે. કૃષ્ણસિંહ જાડેજાએ કહ્યું હતું કે, જઘઙ સુધારા સાથે રાહત અંગેની ખાતરીઓ લેખિતમાં માંગી છે. જો લેખિત નહીં મળે તો માર્ગ અને મકાન વિભાગ ક્લિયન્સ નહીં આપે તેવું કહેવામાં આવ્યુ છે. તેથી આ વર્ષે મેળો યોજાશે કે નહીં તે નક્કી નથી.