– ઉતરાખંડમાં ગૌશાળા અને નાના નાના પુલિયા તણાયા
પહાડોને ખરાબ હવામાનથી રાહત નથી મળી રહી. ઉતરાખંડ અને હિમાચલમાં ગઈકાલે શુક્રવારે ચાર જગ્યાએ વાદળ ફાટવાથી સંપતિને ઘણું નુકશાન થયું છે. હિમાચલમાં ગઈકાલે ત્રણ જગ્યાએ અને ઉતરાખંડમાં પૌડીના થલીસેંણમાં વાદળ ફાટવાથી આઠ નાના પુલો તણાઈ ગયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
- Advertisement -
#WATCH | Maharashtra: Severe waterlogging witnessed in Yavatmal due to incessant rain in the region. pic.twitter.com/3iARiiBfbI
— ANI (@ANI) July 22, 2023
- Advertisement -
નાલાના પાણી ઘરમાં ઘુસી ગયા: હિમાચલ પ્રદેશમાં બે નેશનલ હાઈવે સહિત 610 માર્ગો બંધ છે. 24 કલાકમાં ચાર વાર ભૂસ્ખલન થયું હતું. આજે પણ યલો એલર્ટ જાહેર છે. ગુરુવારે રાતે મનાલીના કરજા અને જગતસુખમાં વાદળ ફાટવાથી કરજા નાલાએ ભારે તબાહી મચાવી હતી. જગતસુખના નેહલુ નાલાનું પાણી ઘરોમાં ઘુસી ગયું હતું.
Himachal Pradesh | National Highway 5 closed due to a landslide near Wangtu in Kinnaur district. pic.twitter.com/KbioZMAm7A
— ANI (@ANI) July 22, 2023
વાદળ ફાટવાથી હારગુનેણ પંચાયતમાં ભારે નુકશાન: મંડી જિલ્લાના જોગેન્દ્રનગરના વીચ કેમ્પમાં વાદળ ફાટવાથી હારગુનેણ પંચાયતને ભારે નુકશાન થયું છે. પાણીના ભારે પ્રવાહથી નાગચલા, ડિગલી માર્ગ અને પુલ પર કાટમાળ ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી.
#WATCH | Raigad, Maharashtra: Canine squad carries out search operation in landslide-hit area.
So far, 22 dead bodies have been recovered from the site. pic.twitter.com/jban6qeya9
— ANI (@ANI) July 22, 2023
ઉતરાખંડમાં યાત્રી ફસાયા: પૌડીના થલીસેણમાં શુક્રવારે સાંજે વાદળ ફાટવાથી આવેલા કાટમાળથી ગૌશાળા અને આઠ નાની પુલીઓ પણ તણાઈ ગઈ હતી. ખેતરોમાં પણ કાટમાળે ઘણુ નુકશાન કર્યું છે. આ સિવાય યમુનોત્રી અને બદરીનાથ માર્ગ અનેક કલાકો બંધ રહેતા 200થી વધુ યાત્રીઓ ફસાયા છે.