ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જેમાં નારીચાણા ગામે તળાવમાં એક વાદળ ઉતર્યું હતું. શનિવારે સાંજે વરસાદ પૂર્ણ થયા બાદ આકાશમાંથી ધુમ્મસ માફક ચીજ જમીન પર ઉતરતી જોવા મળી હતી. જે નારીચાણા ગામના તળાવ કાઠે ઉતરતા ગ્રામજનો દ્વારા નજીક જઈને જોતા વાદળ હોવાનું નજરે પડ્યું હતું આ તળાવના કાંઠે વાદળની લેન્ડિંગના લીધે કુતૂહલ સર્જાયું હતું જેથી ગ્રામજનો પણ જીવ માટે ઉમટી પડ્યા હતા.
ધ્રાંગધ્રાના નારીચાણા ગામે તળાવમાં વાદળનું લેન્ડિંગ
