ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારે વરસાદના કારણે માર્ગો ઉ5ર પાણી ભરાઇ જતા એસ.ટી. નિગમની બસોની સંચાલનમાં પણ ભારે અસર થવા પામી છે. મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં મોટી સંખ્યામાં એસ.ટી. રૂટ બંધ કરવાની ફરજ પડી છે. ર8મીની સ્થિતિ મુજબ એસ.ટી.ના કુલ 1008 જેટલા રૂટ બંધ કરાતા કુલ 3990 ટ્રીપ કેન્સલ કરવી પડી છે. તેના કારણે સમગ્ર રાજયમાં એસ.ટી. નિગમને કુલ 88.પ9 લાખ રૂપિયાની આવકનું નુકસાન થવા પામ્યું છે.
- Advertisement -
ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અમદાવાદ, વડોદરા, બનાસકાંઠાના અંતરીયાળ વિસ્તારમાં માર્ગ ઉપર એસ.ટી. બસ દોડાવી શકાય તેવી સ્થિતિ નથી. વડોદરા અને પાદરા તેમજ નડિયાદ વિભાગના ખેડા ડેપોનું સંચાલન પણ સંપૂર્ણ બંધ કરવાની ફરજ પડી છે.