રાજકોટ અગ્નિકાંડ મુદ્દે HCમાં સુનાવણી
કોર્ટે કહ્યું, કેટલાક લોકો સામે પગલાં લઈ પછી જેવી છે એવી સ્થિતિ ના થવી જોઇએ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
રાજકોટ TRPગેમ ઝોનમાં આગ લાગવા મામલે આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સત્ય શોધક કમિટી દ્વારા સીલ બંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટ જોઇને કોર્ટ ઓર્ડર કરશે. આ મામલે હવે 25 જુલાઈના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. ગેમિંગ ઝોન અને આનંદ મેળાના અરજદારોને પક્ષકાર બનાવવા કોર્ટે મનાઈ કરી દીધી છે.
સુરતના એક ગેમિંગ ઝોને કહ્યું બધી મંજૂરી છે પણ ગેમિંગ ઝોન બંધ છે. સુરત મનપા નિરીક્ષણ માટે આવતી નથી. જેથી કોર્ટે કહ્યું કે,તમે અને સુરત મનપા એફિડેવિટ ફાઈલ કરે તો જોઇશું.
- Advertisement -
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, કેટલાક ફાયર ઓફિસરો પાસે પૂરતી લાયકાત નથી. ફાયર ઓફિસરોની ખાલી જગ્યા ભરવી જરૂરી છે. ફાયર વિભાગના સ્ટ્રકચર વિશે થયેલી ચર્ચામાં કોર્ટે પૂછ્યું કે, રાજ્યમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં છે? તેમનું ક્વોલિફિકેશન શું છે? ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, ડો.પુરોહિત નામના એક ભાઈ અમદાવાદમાં ફાયર સેફ્ટી ઉપર કામ કરે છે,તે ધ્યાને લેવું જોઈએ. અમિત પંચાલે કહ્યું કે, દરેક મનપા પાસે તેની અલગ ફાયર સેફ્ટી હોય છે, રાજ્યની સ્ટેટ ફાયર સર્વિસ તેનાથી અલગ છે. કોર્ટે કહ્યું-સ્કૂલો બંધ કરવી ઉપાય નથી,તેમને નિયમો પાળતા કરો.
રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને હાઇકોર્ટમાં PIL કરનાર અમિત પંચાલે કહ્યું કે, મનપા કમિશનરને રાજ્ય સરકાર બેદરકારી કે અક્ષમતા બદલ દૂર કરી શકે છે. મનપા કમિશનર તેની ફરજો સિવાય અન્ય કોઈ કામ કરી શકે નહીં.
ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાના રોલ પર કોર્ટમાં ચર્ચા થઈ હતી. જેમાં કોર્ટે કહ્યું કે, સંસ્થાના હેડ એટલે કે મનપા કમિશનરની પણ જવાબદારી બને. આવા ઓફિસરોના આધારે સિસ્ટમ ચાલી શકે નહીં. કોર્ટે કહ્યું કે, ચેક એન્ડ બેલેન્સની સિસ્ટમ હોવી જોઈએ. કેટલાક લોકો સામે પગલાં ના લઈને શાંતિ નહીં રાખવાની, સતત કામ ચાલુ રાખવાનું.
સરકારે રજૂઆત કરી કે, ઝછઙ ગેમ ઝોનને અગાઉ ડિમોલિશન નોટિસ આપવામાં આવી હતી.સરકારની આ રજૂઆત અંગે કોર્ટે કહ્યું કે ઓફિસરોને તેની ખબર હતી.