ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન રાજકોટ અને રેલવે રાજકોટ દ્વારા આયોજિત ફૂટબોલ સમર કોચિંગ કેમ્પનો સમાપન સમારંભ યોજાયો હતો. 21 દિવસ સુધી ચાલેલા આ કેમ્પમાં 78 ખેલાડીઓએ ભાગ લીધેલ. ફૂટબોલનું બેઝિક જ્ઞાન તથા બાળકોને ફૂટબોલમાં આગળ કઈ રીતે વધવું તે વિશે કેમ્પમાં માહિતી આપવામાં આવી હતી.
- Advertisement -
સમાપન સમારંભમાં રેલવેના સુધીરકુમાર દુબે, સીપીએમ અતુલકુમાર, એડીએમઈ કે. કે. દવે, એપીઓ, ડિસ્ટ્રિકટ ફૂટબોલ એસોસિએશનના જે. પી. બારડ, ઓર્ગેનાઈઝ સેક્રેટરી બી. કે. જાડેજા વી. પી. રોહિત બુંદેલા સેક્રેટરી એ. બી. બૌરાસી ટ્રેઝરર, સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ગંભીરસિંહ તથા સભ્યો વગેરે ઉપસ્થિત રહી ખેલાડીઓને સ્પોર્ટસ ટીશર્ટ અને પાર્ટિશિપેસન સર્ટિફીકેટ આપવામાં આવ્યા હતા.
કેમ્પને સફળ બનાવવામાં સેક્રેટરી રોહિત બુંદેલા, કોચ એ. બી. બૌરાસી, જીતેન્દ્ર આબલિયા, જાહિદ માલિક તથા એચ. પી. સીંગ, રઘુભાઈ, યુસુફભાઈ બેલીમ, સંજય પંડ્યા, અજય આચાર્ય, કીર્તિ દવે, દિપક યશવંત વગેરેએ જહેમત ઉઠાવી હતી.