ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ રતાભાઈ પરમાર દ્વારા ભરતી અંગે જોરદાર રજૂઆત કરવામાં આવી હતી અને પછાત વર્ગ મંડળના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીનભાઈ તેમજ દેવાંગભાઈ દેસાઈને રજૂઆત કરવામાં આવી કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને 11 મહીનાના કરાર ઉપર ભરતી કરવામાં આવે.
- Advertisement -
આ તકે શહેર ભાજપના ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, શહેર અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી સંજયભાઈ બગડા, વોર્ડ નં. 7ના કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વોર્ડ નં. 14ના કોર્પોરેટર ભારતીબેન મકવાણા, વોર્ડ નં. 5ના કોર્પોરેટર હાર્દિકભાઈ ગોહિલ, ભાજપ અગ્રણી બકુલભાઈ મકવાણા, પ્રવીણભાઈ ચાવડાના પૂર્વ મંત્રી દિનેશભાઈ સોલંકી, નીતિનભાઈ જરીયા, પછાત વર્ગ મંડળના પ્રમુખ અશોકભાઈ રાઠોડ, અશોકભાઈ સોલંકી, રમેશભાઈ મકવાણા, મહેશભાઈ મકવાણા, દિપક સોલંકી, કમલેશભાઈ સોલંકી, નરેન્દ્ર પરમાર, રમેશભાઈ મકવાણા, રમેશભાઈ પરમારે હાજર રહી રજૂઆત કરી હતી.