-તાપમાન પ્રથમવાર 32.2 ડીગ્રી: સ્કોટલેન્ડથી માંડીને કોર્નવોલ સુધી સર્વત્ર ઉંચુ તાપમાન
કલાયમેટ ચેન્જની અસર હેઠળ દુનિયાભરનાં વાતાવરણમાં અસામાન્ય ફેરફાર થઈ જ રહ્યા છે. ત્યારે બ્રિટનમાં 1884 પછીની સૌથી વધુ ગરમી ગત જુન મહિનામાં નોંધાયાનું હવામાન વિભાગે સતાવાર રીતે જાહેર કર્યું છે.જુન મહિનામાં તાપમાન 32.2 ડીગ્રીને આંબી ગયુ હતું તે અત્યાર સુધીનો રેકોર્ડ છે.
- Advertisement -
બ્રિટીશ હવામાન વિભાગે કહ્યું કે કલાયમેય ચેન્જની અસરે આવતા વર્ષોમાં સામાન્ય તાપમાન વારંવાર થાય તેવી ભીતી છે. દેશમાં જુન માસનું સરેરાશ તાપમાન 15.8 ડીગ્રી નોંધાયું હતું જે 1940 તથા 1876 માં નોંધાયેલા સૌથી વધુ 14.9 ડીગ્રી કરતા 1.9 ડીગ્રી વધુ હતું. દેશનાં ઉતરીય સ્કોટલેન્ડનાં ઓર્કને આઈલેન્ડથી માંડીને દક્ષિણ પશ્ર્ચિમ ઈંગ્લેન્ડનાં કોર્નવોલ સુધી તમામ પ્રદેશોમાં તાપમાન ઉંચુ જ હતું અમુક ભાગોમાં સરેરાશ કરતાં ઉંચુ જ હતું અમુક ભાગોમાં સરેરાશ કરતાં 2.5 ડીગ્રી વધુ નોંધાયુ હતું.
પીવાના પાણીની ડીમાંડ રેકોર્ડસ્તરે પહોંચતા દક્ષિણ પૂર્વીય ક્ષેત્રમાં પાણીનાં વપરાશ પર નિયંત્રણો મુકવામાં આવ્યા હતા. સ્કોટલેન્ડ દ્વારા પ્રદેશોને જળસંકટ એલર્ટ પર મુકવામાં આવ્યા હતા. ગત જુન મહિનામાં સૌથી વધુ તાપમાન 32.2 ડીગ્રી નોંધાયુ હતું. હવામાન ખાતાના કહેવા પ્રમાણે સામાન્ય રીતે તે 20 થી આગળ વધતુ હતું અને તેની સરખામણીએ ઘણુ વધુ હતું. આ પૂર્વે હવામાન વૈજ્ઞાનિકોએ 2022 ના વર્ષને બ્રિટીશ ઈતિહાસનું સૌથર ગરમ વર્ષ જાહેર કર્યુ હતું.