આ ઝુંબેશમાં સ્થાનિક કોર્પોરેટરઓ, આગેવાનો તથા અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-2025 સ્વચ્છોત્સ્વ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ, ધાર્મિક અને પ્રવાસન સ્થળ, નદી તળાવ, સર્કલ, પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ, શહેરના એન્ટ્રી પોઈન્ટ, ફૂટપાથ, માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સફાઈ અર્થે ઝુંબેશ ચલાવવામાં આવનાર છે જે અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ધાર્મિક સ્થળો, બાગ-બગીચા, પ્રવાસન સ્થળો, ઐતિહાસિક સ્થળો, પબ્લિક ટોયલેટ, કોમ્યુનિટી ટોયલેટ, જી.વી.પી. પોઈન્ટની સફાઈ દરમિયાન 4150 સફાઈ કામદારો દ્વારા 48 ટન કચરોનો નિકાલ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના ઐતિહાસિક સ્થોળો કબા ગાંધીનો ડેલા, ધર્મેન્દ્ર રોડ ખાતે રાજકોટ મહાનગરપાલિકા તથા જી.ટી.હાઇસ્કુલ ફોર ગર્લ્સ દ્વારા શ્રમદાન અને સઘન સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક મનીષ રાડીયા તથા અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા તેમજ કાલાવડ રોડ ખાતે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, ધાર્મિક સ્થળ ખાતે મંદિરના પ્રતિનિધિ દ્વારા શ્રમદાન અને સઘન સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશમાં સ્થાનિક કોર્પોરેટરઓ, આગેવાનો તથા અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.



