ખાસ-ખબર સંવાદદાતા
‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે જિલ્લામાં વિવિધ ગામડાઓમાં નદી અને તળાવોને સ્વચ્છ બનવવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્ય જ્યારે સ્વચ્છતા એ જ સેવા અભિયાનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના નદી-તળાવ તેમજ દરિયા કિનારા સ્વચ્છ અને રળિયામણા બને, ત્યાંનો વિસ્તાર સુંદર બને તેમજ પાણીના સ્ત્રોત પણ સ્વચ્છ બને તેવા હેતુથી નદી-તળાવ વગેરેની આસપાસ તેમજ કાંઠાની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સ્વચ્છતા અભિયાન અન્વયે હાલ મોરબી જીલ્લામાં ઓટાળા, ઢુવા, ટીકર, પ્રતાપગઢ સહિતના ગામડાઓમાં નદી તેમજ તળાવના કાંઠાના વિસ્તારોની સાફ સફાઈ હાથ ધરી આ વિસ્તારને રળિયામણા બનાવવામાં આવ્યા છે. ગંદકી દુર કરી આ વિસ્તારોની સાથે પાણીના સ્ત્રોત પણ સ્વચ્છ બનાવવામાં આવ્યા છે. જનભાગીદારીથી આ મહાઅભિયાન સફળ બની રહ્યું છે ત્યારે આ ગ્રામીણ વિસ્તારોમાં નદી તળાવ કાંઠાની સાફ-સફાઈની પ્રવૃત્તિમાં ગામ લોકો ઉત્સાહભેર જોડાયા હતા.