ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર પરિક્રમામાં આવેલ શ્રઘ્ધાળુઓ દ્વારા પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે નાયબ વન માર્ગદર્શન હેઠળ પરીક્ષેત્ર આવતા ખોડીયાર ઘોડી થી ત્રણ રસ્તા તરફ આઠ ગુજરાત એન.સી.સી.બટાલીયન અને વન વિભાગના મજુરો મળી કુલ 80 જેટલા લોકોએ સફાઇની કામગીરી કરી અંદાજિત 250 કિ.ગ્રા. જેટલો તથા બોરદેવી ગેઇટથી ધક્કાવાળી દિવાલ સુધી વન વિભાગના 16 મજુરો દ્વારા સફાઇની કામગીરી કરી અંદાજિત 750 કિ.ગ્રા. જેટલો કચરો એકઠો કરવામાં આવેલ છે. તેમજ ડુંગર ઉત્તર અને જાંબુડી રાઉન્ડમાં પીપરવાલી કુંડી થી મઢી સુધીના પરિક્રમા રૂટ ખાતે વન વિભાગના મજુરો અને આસપાસના ગ્રામજનો મળી 32 લોકોએ સફાઇની કામગીરી કરી અંદાજિત 9 ટન, પાટવડ રાઉન્ડમાં સુરજકુંડ થી સરકડીયા સુધીના પરિક્રમા રૂટ ખાતે વન વિભાગના મજુરો અને આસપાસના ગ્રામજનો મળી 24 લોકોએ સફાઇની કામગીરી કરી અંદાજિત 3 ટન ગિરનાર જંગલ વિસ્તારમાંથી પ્લાસ્ટિક તથા કચરો એકઠો કરવાની કામગીરી ચાલુ છે. આમ અંદાજિત 13 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગિરનારની લીલી પરિક્રમા બાદ રૂટ પર મિશન મોડમાં ચાલતી સફાઈની કામગીરી
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/12/ગિરનારની-લીલી-પરિક્રમા-બાદ-રૂટ-પર-મિશન-મોડ-માં-ચાલતી-સફાઈની-કામગીરી-860x645.jpeg)