સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ ‘ખાસ-ખબર’ને આપી કૌભાંડની વિગત
જી.ડી. અજમેરા એજન્સી સફાઈ કામદારોના સ્થાને અન્ય લોકોના ખાતામાં પગાર જમા કરાવે છે ત્યારબાદ તે ઉપાડી કામદારોને આપવામાં આવે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કામદારોના પગાર, બોનસ અને અન્ય લાભોમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ કોન્ટ્રાક્ટર જી.ડી.અજમેરા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છ. જ્યારે મીડિયા સમક્ષ કેટલાક પુરાવા પણ રજૂ કર્યા છે. જેણે કામદારોને લઘુતમ વેતન, પી.એફ., ઈ.એસ.આઈ. અને બોનસ જેવી સુવિધાઓથી વંચિત રાખીને રોકડમાં પગાર ચૂકવવામાં આવતો છે.. આ અનિયમિતતાઓને ઉજાગર કરવા બદલ જ્યારે પારસ બેડિયાએ ખાસ ખબરને જણાવ્યું હતું કે, સફાઈ કામદારોનો પગાર 7320 છે જ્યારે તેમને માત્ર 4500 રોકડા રૂપિયા દેવામાં આવે છે. સફાઈ કામદારોના બદલે કોઈ અન્ય લોકોના ખાતામાં પગાર પડે છે અને તે રકમ ઉપાડી સફાઈ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે. આમ તેઓનું શોષણ કરવામાં આવે છે. બે દિવસ પહેલા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાને રૂ. 5,00,000 આપીને ચૂપ રહેવા માટે પ્રલોભન આપવામાં આવ્યું હતું. જોકે, બેડિયા અને તેમની ટીમે આ પ્રલોભનને નકારીને સ્ટિંગ ઑપરેશન કરીને સમગ્ર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાના જણાવ્યા અનુસાર, છેલ્લા 20 દિવસથી તેમને આ મુદ્દે મૌન રહેવા માટે ફોન ઉપર ધમકીઓ તેમજ પ્રલોભનો આપવામાં આવી રહ્યા હતા. આજે કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરાનો સુપરવાઈઝર જયદીપ આહીર તેઓને રૂ. 5,00,000 આપવા માટે મોમાઇ ચાવાળા પાસે બોલાવે છે. પારસ બેડિયાએ પોતાની ટીમ સાથે સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઑપરેશન કરવાનું નક્કી કર્યું હતું. નિર્ધારિત સ્થળે જયદીપ આહીર 5 લાખ રૂપિયાની રોકડ સાથે હાજર થતા આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પારસ બેડિયાને ચૂપ રહેવા માટે જી.ડી.અજમેરા એજન્સીએ લાંચ આપવાની કોશિશ કરી હતી પરંતુ વીડિયો વાયરલ થતા સમગ્ર હકીકત બહાર આવી
- Advertisement -
PF, EST અને બોનસ જેવી સુવિધાથી વંચિત કામદારોના સોગંદનામા
‘ખાસ-ખબર’ની મુલાકાતે આવેલા પારસ બેડિયાએ જણાવ્યું હતું કે, સફાઈ કામદારોને પી.એફ., ઈ.એસ.આઈ. અને બોનસ જેવી સુવિધાથી વંચિત રાખવામાં આવે છે. સફાઈ કામદાર કેશુબેન વેગડાએ સોગંદનામું પણ કર્યું છે. જે મુજબ સફાઈ કામદારોને તેમના હક્કોથી વંચિત રાખવામાં આવે છે. 4500ની રકમ રોકડમાં ચૂકવાય છે. સોગંદનામા મુજબ મેડીકલ અને રજા પણ અપાતી નથી. આમ અમાનવીય રીતે અમારી સાથે વ્યવહાર કરાય છે.



