ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવાન બન્યું છે, પદાધિકારી- અધિકારીની સાથે લોકો પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહ્યા છે. સાથો સાથ લોકોમાં સ્વચ્છતા જાળવવા માટે જાગૃતિ પણ ઊભી થઈ રહી છે. ત્યારે ચોરવાડ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવાની નેમ સાથે પર્યટન સ્થળ એવા હોલીડે કેમ્પ બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાના કર્મચારીઓ દ્વારા ચોરવાડના વોર્ડ નં. 5 માં આવેલ આ હોલીડે કેમ્પ બીચ ખાતે સફાઈ કરવામાં આવી હતી. જેમાં અંદાજે 1.8 જેટન જેટલો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.