ધો. 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવામાં આવેલી HSC બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ અને સાથે જ GUJCET 2025ની પરીક્ષાનું પરિણામ પર જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2025 ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવાયેલ ધો. 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે. ત્યારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. જેમાં ગુજરાતી માધ્યમ83.77 ટકા અને અંગ્રેજી અંગ્રેજી માધ્યમ 83.49 ટકા જાહેર થયું છે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી.
વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.
GSEB દ્વારા આજે રજૂ કરવામાં આવેલ પરિણામ આ મુજબ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા જાહેર થયું છે.
- Advertisement -
ગુજરાતી માધ્યમ 83.77 ટકા
અંગ્રેજી માધ્યમ 83.49 ટકા
ગોંડલ કેન્દ્ર 96 ટકા પરિણામ સાથે સૌ પ્રથમ નંબરે છે તો મોરબી જિલ્લો 92 ટકા સાથે પ્રથમ નંબરે છે. દાહોદ 54 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા જાહેર થયું છે. જેમાં બનાસકાંઠા 97.2 ટકા સાથે સૌથી પ્રથમ સ્થાને છે.
બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોવા માટે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ રિઝલ્ટ ચેક કરો
gseb.org વેબ સાઈટ પર જાવ
ત્યાં હોમ પેજ પર Result ઑપ્શન દેખાશે, તે સિલેક્ટ કરો
હવે HSC Result 2025 વિકલ્પ દેખાશે
તેમાં તમારો પ્રવાહ સિલેક્ટ કરીને ક્લિક કરવાનું રહેશે
જે બાદ 6 આંકડાનો તમારો સીટ નંબર એડ કરીને GO પર ક્લિક કરો
હવે તમારું પરિણામ સ્ક્રિન પર દેખાશે.
જેનો તમે સ્ક્રીનશૉટ લઈ શકો છો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂરી થઈ ગઈ હતી. આજે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. આ અંગે શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 05/05/2025 ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવ્યું છે.
કેટલા વિદ્યાર્થી નોંધાયા હતા?
ધોરણ 12 સામાન્ય પ્રવાહ
નિયમિત વિદ્યાર્થીઓ – 3,64,859
રીપીટર વિદ્યાર્થી – 22,652
આઇસોલેટેડ – 4,031
ખાનગી – 24,061
ખાનગી રીપીટર – 8,306
કુલ – 4,23,909
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ
નિયમિત વિદ્યાર્થીઓ – 1,00,813
રીપીટર વિદ્યાર્થી – 10,476
આઇસોલેટેડ – 95
કુલ – 1,11,384
કોર્સની પસંદગીમાં શું ધ્યાન રાખવું?
વિદ્યાર્થીઓએ પોતાની આવડતને ઓળખવી જરૂરી છે તેમજ આવડત અને ક્ષમતા પ્રમાણે કોર્સની પસંદગી કરવી અને મિત્રો કે અન્ય જૂથ જે કોર્સ પસંદ કરે તેનો મોહ રાખવો જરૂરી નથી તેમજ કોર્સ એવો પસંદ કરવો જે ભવિષ્યની ડિમાન્ડ તરીકે પ્રસ્થાપિત થયા હોય અને આજે જે કોર્સ પસંદ કરીએ તે આવતીકાલે પ્રસ્તુત ન પણ હોય શકે. તમારા પરિણામ કરતા તમારી આવડતને વધુ મહત્વ આપો અને કૌશલ્યને ઓળખીને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તે નક્કી કરો.
કયા પ્રોફેશનલ અભ્યાસક્રમની ડિમાન્ડ?
C.A.
C.S.
C.M.A.
C.F.A.
C.I.M.A.
A.C.C.A.
C.F.P.
C.P.A.
A.S
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી શું?
ક્યા અભ્યાસક્રમ પર આપવું ધ્યાન?
B.Ed
LLB
બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ
બેચલર ઓફ ફિઝીકલ એજ્યુકેશન
બેચલર ઓફ બિઝનેસ સ્ટડીઝ
બેચલર ઓફ ફાઈન આર્ટસ
બેચલર ઓફ મેનેજમેન્ટ સાયન્સ
સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર
બેચલર ઓફ સોશિયલ વર્ક
BBA, MBA
બેચલર ઓફ રુરલ સ્ટડીઝ
હોટલ મેનેજમેન્ટ
જનરલ નર્સિંગ
હોમ સાયન્સ
ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા
સિવિલ સર્વિસીસની તૈયારી