ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.27
રાજકોટમાં પરીક્ષાની મૌસમ હવે પૂરી થવા આવી છે વિધ્યાર્થીઓ હાશકારો અનુભવી રહ્યા છે ત્યારે જ ધોરણ 12 કોમર્સના છાત્રએ પરીક્ષા આપ્યા બાદ સંભવિત ફેઇલ થવાની બીકે પોતાના ઘરે ગત મોડી રાત્રે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રાજકોટના પુજારા પ્લોટમાં પ્રેયસીસ એપાર્ટમેન્ટમાં રહેતા અને તાજેતરમાં જ ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપનાર સૂરજ મનીષભાઈ જોષી ઉ.20 ગત રાત્રે પોતાના રૂમમાં ગયા બાદ પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પરિવારજનોએ રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ન ખોલતાં પરિવારના લોકોએ દરવાજો તોડી અંદર તપાસ કરતાં પુત્રને લટકેલી હાલતમાં જોઇ ભાંગી પડ્યા હતા તુરંત 108ને જાણ કરતાં 108ના ઈએમટી દિપકભાઈએ યુવાનને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ પી.એસ.ગોહિલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મૃતક સૂરજ ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતો અને ગઈકાલે જ પરીક્ષા પુરી કરી હતી બાદમાં રાત્રે મિત્રોને મળી તે ઘરે આવી રૂમમાં જઈ અંતિમ પગલું ભરી લીધું હતું.
- Advertisement -
બનાવ અંગે પરિવારજનો પણ અજાણ હોય સંભવિત પરીક્ષામાં ફેઇલ થવાની બીકે આ પગલું ભર્યું હોવાની શંકાએ પોલીસે તપાસ યથાવત રાખી છે એકના એક પુત્રના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.