વેરાવળના ટાગોરનગર- 2માં રહેતા રવી પિદવાણીએ પરપ્રાંતીય લોકોને પોતાનું મકાન ભાડે આપતા ઘરની સામે રહેતા શંકર રામચંદાણી અને તેમના ભાઇ મુકેશ રામચંદાણીએ તમારું મકાન પરપ્રાંતીય લોકોને આપેલ છે તે ખાલી કરાવી નાખજો તેમ કહ્યું હતું. જેથી રવીએ આ છોકરાઓને બીજે મકાનની વ્યવસ્થા કરી મકાન ખાલી કરી દેવા કહેલ હતું.તા.4ના રોજ રવિના મકાનમાં ભાડેથી રહેતા 8 થી 10 પરપ્રાંતીય યુવકો મકાન ખાલી કરતા હતા ત્યારે બપોરના ચારેક વાગ્યાના અરસામાં રવી તથા તેનો મોટો ભાઇ દિનેશ તેમના ઘર પાસે ફળીયામાં ઉભા હતા ત્યારે શંકર તથા તેનો ભાઇ મુકેશ તેમની પાસે આવી ગાળો બોલવા લાગેલ અને અમોને પુછયા વગ2 જે તે ભાડુતને મકાન ભાડે આપતો નહી નહીતર ભાડુતને તો રહેવા નહીં દઈએ અને તમને પણ મકાન ખાલી કરાવી કાઢી મુકશું તેમ કહી બન્નેએ રવી તેમજ દિનેશ બન્ને ભાઇઓને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપતા રવિએ કહેલ કે અમો એ ભાડુત પાસે મકાન પણ ખાલી કરાવી દિધેલ છે. ત્યારબાદ બન્ને ભાઇઓ (શંકર અને મુકેશ) એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને રવી તેમજ દિનેશને ભૂંડી ગાળો આપી ઢીકાપાટુ મારવા લાગયા જેથી રવી અને દિનેશ એ રાડો દેકારો કરતા આજે તો તમોને જાનથી મારી નાખવા છે તેમ કહી શંકરએ તેમના ઘરમાંથી એક બેઝબોલનો ધોકો લઈ આવી રવિને બેઝબોલના ધોકાથી શરિર પર ગંભીર ઇજાઓ પહોચાડી હતી. ત્યાર બાદ સારવાર અર્થે રવિને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમને માથાના ભાગે 10 ટાકા લેવામાં આવ્યા હતા.આ અંગે પોલીસે શંકર રામચંદાણી અને મુકેશ રામચંદાણી વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને બીજી તરફ શંકર ઉર્ફે ભુરો જામનદાસ રામચંદાણીએ પણ રવી વિરૂઘ્ધ ફરિયાદ દાખલ કરી છે.
વેરાવળમાં મકાન ભાડે આપવા મુદ્દે મારામારી
Follow US
Find US on Social Medias