નાણાવટી ચોક નંદનવન આવાસ ક્વાટરમાં મોડી રાત્રે બનેલો બનાવ
બંને પક્ષની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના નાણાવટી ચોક નંદનવન આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા મનીષાબેન ગોપાલભાઈ કનારાએ યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા પતિ સાથે રહી સિલાઈ કામ તેમજ કટલેરીનું કામ તેમજ ઘરકામ કરું છું
ગઈ તારીખ 09/04ના રોજ સવારના ગોંડલ ખાતે મારા પતિ કે જેવો કટલેરીની કેબિન ધરાવતા હોય તેવો જેનો વેપાર કરતા હોય કટલેરીનો સામાન લેવા અર્થે મારા દિયર જયવીરભાઈની માલિકીની દિંત રીક્ષા લઈ ગયેલ હતા તેમજ આખો દિવસ કટલેરીની ખરીદી કરી ઘરે પરત આવેલ અને રાત્રિના દરવાજાની સ્ટોપર મારી ઘરની અંદર જમતા હોય તે દરમિયાન આ અગાઉ અમારી વિંગમાં ચોથા માળે રહેતા બહેન જેનું નામ મને આવડતું નથી તેઓ આજથી ચારેક માસ પહેલા નવા નવા રહેવા આવેલ હોય જેથી એક સ્ત્રીના નાતે તેમનું નામ પૂછતા પોતાનું નામ જણાવેલ નહીં અને પોતે દરબાર જ્ઞાતિના હોવાનું જણાવેલ તેમજ થોડા સમય પહેલા મુસ્લિમ સમાજના રમજાન મહિના દરમિયાન આ દરબા2 જ્ઞાતિના બહેન કે જેના પતિના માથામાં મુસ્લિમ ટોપી પહેરેલ જોવામાં આવતા આ બહેનને મેં કહેલ કે તમારા પતિ મુસ્લિમ જ્ઞાતિના છે? જેથી આ બહેને મને જણાવેલ કે મેં મુસ્લિમ સાથે લવ મેરેજ કરેલ છે અને ફરી વખત પોતે હિન્દુ દરબાર જ્ઞાતિના છે તેમ જણાવેલ જે પતિ પત્ની બંને આજરોજ અમારો દરવાજો ખખડાવી અમો એ આ આવેલા આ મુસ્લિમ સમાજના ભાઈ તથા તેના પત્ની કે જેઓ બંને ઘરની અંદર આવી મારા પતિ જમતા હોય તેઓને પોતાની રીક્ષા રાખવી છે તમારી લઈ લો જેથી અમોએ કહેલ કે તમે ભાડે રહો છો અને અમારું ઘરનું ઘર છે. રીક્ષા રાખવાનો હક પ્રથમ અમારો છે તમારો નહીં તેમ જણાવતા આ મુસ્લિમ ભાઈએ મારા પતિને તારે બાધવું છે તેમ કહી ભુંડી ગાળો દેવા લાગતા મારા પતિએ ગાળો દેવાની ના પાડતા બંને જણા ઉશ્કેરાઈ જઈ અમારા ઘરમાં રહેલ ગરબીના સ્પીકરને ધક્કો મારી પછાડી તથા ફ્રિજનો દરવાજો જે ખુલ્લો હોય તેને જોરથી બંધ કરી ફ્રિજનું વાયરીંગ તોડી તથા ઘરવખરીનો સામાન આડો અવળો ફેંકી નુકસાની કરવા લાગતા મારા પતિએ તેઓને આમ નહીં કરવા વાત કરતા બંને ઉશ્કેરાઈ જઈ તમો મને ઓળખતા નથી. તેમ કહી રીક્ષા તો તમારે પાર્કિંગમાંથી લઈ લેવી જ પડશે તેમ કહી અમો પતિ પત્ની તથા દેર-દેરાણી સાથે હાથાપાઈ ઝઘડો કરી ઢિકા પાટુનો મુંઢ માર મારી અમારા આખા ખાનદાનને જાનકી મારી નાખવાની ધમકી આપી આ મુસ્લિમ ભાઈએ તેની રિક્ષામાંથી લોખંડના પાઇપ વડે એક ઘા કાંડાથી ઉપરના ભાગે મારી દેતા ઝઘડો થતા આજુબાજુના માણસો ભેગા થઈ જતા તેઓ પતિ પત્ની ત્યાંથી નાસી ગયેલ જે અંગે ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
જ્યારે આ જ ક્વાટરમાં રહેતા તોસીફ હનીફભઈ હુનાણીએ વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે છેલ્લા ચારથી પાંચ મહિના થી ભાડે રહી રીક્ષા ચલાવી મારુ ગુજરાત ચલાવું છું આજથી બે વર્ષ પહેલા રાજકોટ શહેર ખાતે રહેતા મુકેશભાઈ મણવરની દીકરી કિરણ સાથે પ્રેમ સંબંધ બંધાતા અમો બંનેના પરિવારના સભ્યો મળી રાજી ખુશીથી રાજકોટ મુકામે કોર્ટ ખાતે કોર્ટ મેરેજ કર્યા બાદ મુસ્લિમ વિધિ અનુસાર મોલાના સાહેબની હાજરીમાં નિકાહ પડી લગ્ન કરેલ જેમાં આ કિરણના મારી સાથે બીજા લગ્ન હોય પ્રથમ પત્નીની દીકરી પૂજા ઉ.વ.11 ની જે હાલ મારી સાથે ઉપરોક્ત સરનામે રહે છે ગઈ તારીખ 09/04/20252025ના રાત્રિના અમારી વિંગના પાર્કિંગમાં હું જે જગ્યાએ મારી રીક્ષા પાર્ક કરતો હોય તે જગ્યાએ અમારી વિંગમાં પહેલા માળે રહેતા આહિર જ્ઞાતિના જેનું નામ મને નથી આવડતું. જેની સીએનજી રીક્ષા ત્યાં પડેલ હોય અને તે રીક્ષા લઈ લો જેથી હું મારી રીક્ષા રાખી શકું તેમ કહેતા આ આહીર જ્ઞાતિના ભાઈ પોતે મને જણાવેલ કે રીક્ષા ત્યાં જ રહેશે તેમજ બીજી રીક્ષા પણ મારી જ છે તે હટશે નહીં થાય તે કરી લો કરી લો તે દરમિયાન મારી પત્ની આઈશા પગથિયાં પાસે ઊભી હોય આ આહીર જ્ઞાતિના ભાઈ સાથે કોઈપણ જાતનો ઝઘડો કરવો ન હોય જેથી હું પગથિયા ચડવા માંડેલ અને હું મારા ક્વાર્ટર બાજુ જતો હોય તે દરમિયાન આ આહીર જ્ઞાતિના ભાઈ જેની પત્નીનું નામ મને આવડતું નથી તેમજ આ બંને પતિ પત્નીએ મને મારી પત્નીને ઓળખતા ન હોય તેમની પત્ની તથા મારી પત્ની બંનેની વચ્ચે રીક્ષા રાખવા બાબતે ફરી પાછી બોલાચાલી થતા હું નીચે આવતા આ સામાવાળાના પત્ની એ મારી પત્નીને હાથાપાઈ કરી ઢીકા પાટુ મારવા લાગતા હું વચ્ચે પડતા આહીર જ્ઞાતિના ભાઈ તથા તેની સાથેના અજાણ્યા ભાઈ કે જેઓ પોતે મને ઓળખતા હોય હું ઓળખતો ન હોય તેઓ બંને મારા વાળ ખેંચી તેના ઘરમાં રહેલ કપડાં ધોવાના ધોકા વડે મને મા થામાં ઘા મારી તેના પત્નીએ રસોડામાં રહેલ દૂધની ખાલી તપેલી વડે શરીરે મારવા લાગેલ તેમજ માથામાં મારવા લાગેલ અને ગળાના ભાગે નખો વડે વિખોડિયા ભરવા લાગેલ અને ભૂંડી ગાળો દઈ મને તથા મારી પત્નીને આ આહીર જ્ઞાતિના ભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ તે વખતે માણસો ભેગા થઈ જતા અમો તુરંત જ પોલીસ સ્ટેશને આવેલ અને બનાવ બાબતે જાણ કરી હોસ્પિટલમાં દાખલ થઈ ફરિયાદ નોંધાવી હતી.