સ્મૃતિએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું: બહુ અદાણી-અદાણી કરો છો તો જવાબ આપો કે તમારી સરકાર વખતે અદાણીને કેમ લાભાલાભ આપ્યા?
રાવણ બે લોકોનું જ સાંભળતો, એ જ રીતે મોદીજી પણ બે જ લોકોનું સાંભળે છે: રાહુલ ગાંધી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌથી પહેલાં હું ધન્યવાદ કરવા માગું છું કે લોકસભામાં પાછો બોલાવ્યો. છેલ્લીવાર બોલ્યો ત્યારે તમને કષ્ટ પહોંચાડ્યું. મેં અદાણી પર ફોકસ કરેલું કે સિનિયર નેતાને કષ્ટ થયું. મેં સત્ય સામે રાખ્યું હતું. આજે ગભરાવાની જરૂર નથી. અદાણી પર મારું ભાષણ નથી. મારું ભાષણ આજે બીજી દિશામાં જઈ રહ્યું છે. રૂમીએ કહેલું કે જે શબ્દ દિલથી આવે છે તે દિલમાં જાય છે. આજે દિમાગથી નહીં, દિલથી બોલવા માગું છું. ગયા વર્ષે 130 દિવસ માટે હું ભારતના એક ખૂણાથી બીજા ખૂણામાં ગયો. મારી સાથે ઘણા લોકો હતા. હું સમુદ્રના તટથી કાશ્ર્મીર સુધી ગયો. યાત્રા હજી પૂરી નથી થઈ. યાત્રા ચાલુ છે. યાત્રા પછી ઘણાએ પૂછ્યું, તમે કેમ ચાલો છો? તમારું લક્ષ્ય શું છે?
#WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "…It was mentioned in the House today that he (Rahul Gandhi) undertook a Yatra and gave assurance that they will reinstate Article 370 if it is upto them…I would like to tell the person who has run away from the House that… https://t.co/amWTLGBhF6 pic.twitter.com/W9FLRxqKmn
— ANI (@ANI) August 9, 2023
- Advertisement -
શરૂઆતમાં મારી પાસે જવાબ નહોતો. શરૂઆતમાં આઠ દસ કિલોમીટર દોડી શકતો હતો. રોજ 25 કિલોમીટર ચાલવાનું નક્કી કર્યું. બે-ત્રણ દિવસમાં ઘૂંટણમાં દર્દ શરૂ થઈ ગયું. અગાઉ સર્જરી કરાવી હતી. શરૂઆતમાં મારો અહંકાર હતો તે ગાયબ થઈ ગયો. ભારત જોડો યાત્રા દરમિયાન મારી પાસે એક ખેડૂત આવ્યા. તેમના હાથમાં રૂ હતું. તેમણે મને રૂનું બંડલ આપ્યું ને કહ્યું, રાહુલજી, મારી પાસે ખેતરનું આ જ વધ્યું છે. મારી પાસે બીજું કાંઈ નથી. મેં પૂછ્યું તમને વીમાના પૈસા મળ્યા? તો કહ્યું, નથી મળ્યા. હિન્દુસ્તાનના મોટા ઉદ્યોગપતિઓએ છીનવી લીધા છે. તેના દિલમાં દર્દ હતું તે મારા દિલમાં આવ્યું.
#WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "I object to something. The one who was given the chance to speak before me displayed indecency before leaving. It is only a misogynistic man who can give a flying kiss to a Parliament which seats female members of Parliament.… pic.twitter.com/xjEePHKPKN
— ANI (@ANI) August 9, 2023
મણિપુર ભારતનું અભિન્ન અંગ, ‘ભારત માતાની હત્યા’ના આરોપ પર સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધીને જવાબ
રાહુલ ગાંધીએ અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર આક્રમક વલણ અપનાવતા લોકસભામાં મોદી સરકાર સામે જોરદાર પ્રહાર કર્યા હતા. હવે તેની સામે સ્મૃતિ ઈરાનીએ તેમને સત્તાપક્ષ વતી જવાબો આપ્યા હતા. સ્મૃતિ ઈરાની પણ આ દરમિયાન આક્રમક મૂડમાં દેખાયા હતા. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે પહેલીવાર રાષ્ટ્રના ઈતિહાસમાં ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ તાળીઓ વગાડતી રહી. જે ભારતની હત્યા પર તાળી વગાડે છે. એ વાતનો સંદેશ આખા દેશને આપે છે કે મનમાં ગદ્દારી કોના છે? મણિપુર ખંડિત નથી. મારા દેશનો અભિન્ન અંગ છે.
#WATCH | Union Minister and BJP MP Smriti Irani shows a photo of Robert Vadra with Gautam Adani; says, "Ye kab se Adani Adani kar rahe hain, toh ab thoda ab main bhi bol doon. Photo mere pass bhi hai…In 1993 Congress gave space to Adani in the Mundra Port…During the UPA rule,… pic.twitter.com/lo2zdZRlfy
— ANI (@ANI) August 9, 2023
સ્મૃતિ ઈરાને કહ્યું કે તમારા સહયોગી દળના નેતાએ તમિલનાડુમાં કહ્યું હતું કે ભારતનો મતલબ ઉત્તર ભારત છે. રાહુલ ગાંધીમાં હિમ્મત હોય તો ડીએમકેના સાથીનું ખંડન કરી બતાવે. સ્મૃતિએ પૂછ્યું કે કોંગ્રેસના એક નેતા કાશ્ર્મીરને ભારતથી અલગ કરવાની વાત કરે છે. આજે તમે એમનું ખંડન કેમ નથી કરતા? સ્મૃતિ ઈરાનીએ આ દરમિયાન કહ્યું કે હું સાંધાના દુખાવા પર કંઈ કહીશ નહીં. રાહુલ ગાંધી કાશ્ર્મીરમાં બરફ સાથે ખેલતાં જોવા મળ્યા હતા. આ કલમ 370 હટાવવાને કારણે જ શક્ય થયું છે.