રાજકોટમાં પતંગની સાથે સાથે ધોકા – પાઇપ – સોડા બોટલ પણ ઊડ્યાં !
‘શેરીમાં કેમ આંટા મારે છે’ કહી 7 શખ્સોનો હુમલો, ચાના પૈસા માંગતા વેપારીનું રિક્ષામાં અપહરણ !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ઉતરાયણ પર્વમાં પતંગની સાથે સાથે અનેક વિસ્તારોમાં ધોકા, પાઇપ અને સોડા બોટલોના ઘા પણ થયા હતા શહેરમાં પતંગ કાપવા અને દોરું ઝૂંટવી લેવા સહિતના મુદે તણખા ઝર્યા હતા જેમાં મારામારીના 15 જેટલા બનાવો નોંધાયા છે બાળકો, મહિલાઓ સહિત 12થી વધુ લોકોને ઝઘડામાં ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
નવાગામ રંગીલા સામે શિવશકિત સોસાયટીમાં રહેતો રવિ રસીકભાઈ થડેસરા મકરસંક્રાંતિના પર્વ પર ધારીથી તેની બહેન કિંજલ પ્રકાશ થડેસરા આવી હોય બન્ને અગાસી પર પતંગ ચગાવતા હતા ત્યારે બાજુ વાળા નનકુ અને તેનો પરીવાર પણ પતંગ ચગાવતો હોય અને પતંગ કપાવવા મામલે ઝઘડો કરી નનકુ, સુખીબેન અને હિના નામના શખ્સે બન્ને ભાઈ બહેન પર લાકડી ધોકાથી હુમલો કરતાં બન્નેને સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા જેરે રૈયાધારમાં રહેતો વિજય રસીકભાઈ કુંવારીયાનો છ વર્ષીય પુત્ર નિલેશ ઘર પાસે પતંગ ચગાવતો હતો ત્યારે તુટેલી દોર પકડવા જતા ધસી આવેલા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી વિજયને ધોકાથી માર મારતા સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. દુધસાગર રોડ પર જગદીશનગરમાં રહેતો સંદીપકુમાર બિરજુપ્રસાદ ઘર પાસે પતંગ ચગાવતો હતો ત્યારે ત્યાં કપાયેલી દોર પકડી લેતા અજાણ્યા શખ્સોએ ધોકાથી માર મારતા હોસ્પિટલે ખસેડાયો હતો મીરાનગર-3માં રહેતો ગોપાલ દાનાભાઈ સભાડ (ઉ.20) ગઈ રાતે બાપા સીતારામ ચોક નાયરા પેટ્રોલપંપ પાસે હતો ત્યારે ધસી આવેલ કિશન અને કાના નામના શખ્સે ઝઘડો કરી પાઈપતી માર મારતા સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો. રૂખડીયા પરામાં રહેતો આશિષભાઈ મનજીભાઈ ભગોરા સાંજે ઘર પાસે હતો ત્યારે રાજેશ નામના શખ્સે ઝઘડો કરી કાચની બાટલી માથામાં મારતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો રૈયા ચોકડી બાપા સીતારામ ચોક નજીક રહેતા સંજયભાઈ શિવલાલ કલાવડીયા ઘરે હતા ત્યારે તેના મીત્ર હિતેષે ફોન કરી તારા ઉછીના આપેલ રૂા.50 હજાર લઈ જા કહેતા ધરમનગર કવાર્ટરમાં રહેતા હિતેષના ઘરે જતા ત્યાં દારૂના નશામાં ધૂત હિતેષ અને તેના મીત્ર અમીત સહીતના શખ્સોએ ઝઘડો કરી કાચની બોટલ માથામાં મારી મોબાઈલ અને એટીએમ કાર્ડ પડાવી લેતા હોસ્પિટલે ખસેડાયો હતો રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે રહેતો પાગાલીયા ટેલીયા ભાભોર ગઈકાલે સાંજના નાનામવા પાસે ભરાતી ગુજરી બજારમાં હતો ત્યારે મનિષ વિજય સહીતના શખ્સોએ ઝઘડો કરી ધોકાથી હુમલો કરતાં સારવાર અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો.
કાગદડી રહેતો જુગલ ભુપતભાઈ વાંજા સાંજે વાછકપર બેડી પાસે હતો ત્યારે જાગીર, શારદા અને પ્રવિણ નામના શખ્સે કોઈ કારણસર ઝઘડો કરી પાઈપથી હુમલો કરતાં સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. રોલેકસ રોડ પર રામેશ્ર્વર સોસાયટીમાં રહેતા જેઠાભાઈ કરમશીભાઈ રાદડીયા સાંજે પોતાના ઘરે હતા ત્યારે અવારનવાર તેમની પુત્રી અલ્પાબેન રાદડીયા સાથે કચરો નાખવા અને પાણી ઢોળવા બાબતે ઝઘડો કરતા પડોશીને સમજાવવા જતા પડોશી રાજેશ કથીરીયા પત્ની હંસાબેન પુત્ર દિવ્યેશ પુત્રી દીક્ષીતાએ ઉશ્કેરાઈને શેરડીના સાંઠાથી માર મારતા હોસ્પીટલમાં ખસેડાયા હતા. ઠકકર બાપા હરીજનવાસમાં રહેતા હિતેષભાઈ પરબતભાઈ નાયાર સાંજે ઘર પાસે હતા ત્યારે વિનુ, સની અને રવિ નામના શખ્સે ઝઘડો કરી પાઈપ અને ધોકાથી માર મારતા સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા શહેરની રામેશ્ર્વર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ જીવરાજભાઈ કથીરીયા રાત્રે ઘર પાસે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા સારવાર અર્થ સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા.
ગંજીવાડામાં રહેતો રોહિત ગોરધનભાઈ વાલાણી ગત સાંજે ઘર પાસે હતો ત્યારે શેરીમાં કેમ આટા ફેરા કરે છે કહી ટીનકો ગોવાણી, વિપુલ ઉર્ફે વાટકો, રવિ ભાવેશ ડાભી, લાલો વાલજી બાવળિયા, ઉદય ટીનભાઈ ગોવાણી, પ્રકાશ ઉર્ફે પકો ગોવાણી અને અક્ષયએ મંડળી રચી ઝઘડો કરી ગાળો ભાંડી ધોકાથી હુમલો કરતાં પરેશભાઈ અને વિજયભાઇ વચ્ચે પડતાં છરી, ધોકાથી હુમલો કર્યો હતો તેની બહેન મિતલ વચ્ચે પડતાં ઢીકાપાટુનો માર માર્યો હતો આ અંગે થોરાળા પોલીસમાં તમામ સામે ફરિયાદ નોંધાવાઈ છે. તેમજ પોપટપરામાં રહેતા ભૂરાભાઈ નાથાભાઈ ઝાપડ ગેબનશાહપીરની દરગાહ પાસે તેના ચાના થડે હતા ત્યારે મહેબૂબ જુણેજા અને મીતેશ જાંગીયાણીએ ચા પી પૈસા આપવાની ના પાડતા તેના ભાઈ હીરાભાઈને ગાળો ભાંડી ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી રિક્ષામાં અપહરણ કરી ધોકાથી માર મારતા બંને સામે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.