250 જેટલાં કેદીઓએ અધિકારીઓ પર હુમલો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પંજાબના લુધિયાણાના તાજપુર રોડ સ્થિત સેન્ટ્રલ જેલમાં મંગળવારે સાંજે લગભગ 7 વાગ્યે કેદીઓ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન અધિકારીઓ રૂટિન ચેકિંગ માટે જેલની અંદર પહોંચ્યા, ત્યારે કેદીઓએ એક પોલીસકર્મી પર હુમલો કર્યો.
હુમલાની જાણ થતાં જ જેલ સુપરિન્ટેન્ડેન્ટ કુલવંત સિદ્ધુ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન એક કેદીએ જેલ સુપરિન્ટેન્ડેન્ટના માથા પર ઈંટ મારી દીધી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ. ઘાયલ અવસ્થામાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડીસીપી સિક્યોરિટી જગજીત સિંહને પણ ઘૂંટણ પર ઈજા થઈ છે. તેઓ પણ હોસ્પિટલમાં દાખલ છે.
જેલ મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે જેલ અધિકારીઓ પાસેથી સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ માંગ્યો છે. જ્યારે, પોલીસ કમિશનર સ્વપ્ન શર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓ જેલ પહોંચ્યા અને પરિસ્થિતિ પર નજર રાખી.
બીજી તરફ, જેલમાંથી મુક્ત થઈને બહાર આવેલા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક બેરેકના લગભગ 200 થી 250 કેદીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો છે. આ વ્યક્તિ કોઈ કેસમાં અંદર હતો અને તેને મંગળવારે જ જામીન મળ્યા છે.
શું હતો આખો ઘટનાક્રમ?
દિવસ દરમિયાન ઝઘડો થયો, સાંજે ફરીથી કેદીઓમાં અથડામણ:
- Advertisement -
માહિતી અનુસાર, તાજપુર રોડ સ્થિત સેન્ટ્રલ જેલમાં પહેલા દિવસના સમયે કેદીઓ વચ્ચે લડાઈ થઈ હતી. ત્યારબાદ સાંજના સમયે ફરીથી લડાઈ થઈ. હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે લડનારા કેદીઓ કોણ હતા.
રૂટિન ચેકિંગ દરમિયાન પોલીસકર્મી પર હુમલો:
આ દરમિયાન સાંજે લગભગ 7 વાગ્યે અધિકારીઓ રૂટિન ચેકિંગ માટે અંદર ગયા. આ જ સમયે કેદીઓએ એક પોલીસકર્મી પર હુમલો કર્યો. હુમલાની વાત સાંભળીને જેલ સુપરિન્ટેન્ડેન્ટ કુલવંત સિદ્ધુ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેમણે મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો.
સુપરિન્ટેન્ડેન્ટના માથામાં ઈંટ મારી:
મામલો શાંત કરાવવા દરમિયાન એક કેદીએ સુપરિન્ટેન્ડેન્ટના માથા પર ઈંટ મારી દીધી. જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ છે. તેમની સારવાર એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઉઈંૠ હેડક્વાર્ટર મનમોહન સિંહે કહ્યું કે, અત્યાર સુધીની માહિતી મુજબ સુપરિન્ટેન્ડેન્ટ જેલના માથામાં ઈજા થઈ છે. જેમણે આ કૃત્ય કર્યું છે, તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



