S.U.N.I.T ના પ્રોફેસર ઉપેન્દ્ર રાવલે ‘I APPOLOGIZE’ પ્રેઝન્ટેશન દ્વારા પાણીની રિસાયકલિંગ પદ્ધતિ વિશે માહિતી આપી
ખાસ-ખબર સંવાદદાતા
એસોસિએશન ઓફ ક્ધસલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ રાજકોટ દ્વારા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે તા. 7 ને રવિવારના રોજ સિવિલ એન્જિનિયર્સ સિમ્પોઝિયમ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીફ ગેસ્ટ તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા, વીર નર્મદ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેકના હેડ રાજેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કી નોટ સ્પીકર તરીકે એસ.યુ.એન.આઈ.ટી.ના પ્રોફેસર ઉપેન્દ્ર રાવલે ‘ઈં અઙઙઘકઘૠઈંણઊ’ એક સુંદર પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે જીવનમાં પાણીની મહત્તા યાંત્રિક અને ખર્ચાળ રિસાયકલ પદ્ધતિ અપનાવીને પુન: પ્રાપ્ય રિસોર્સ તરીકે માની લીધી છે, પરંતુ કુદરતની સાથે તાલમેલ મેળવ્યા વગર આપણે એક આંધળા વમળ બાજુ ધકેલાઈ રહ્યા છીએ તેના ઉપર ખૂબ ઉંડાણપૂર્વક બાયોલોજીકલ સાયકલ અસર કરે છે. સિમ્પોઝિયમ-2024ના આયોજનમાં મેઇન સ્પોન્સર તરીકે હાથી સિદ્ધિ સિમેન્ટના શિવ વ્યાસ (હેડ ઓફ ટેકનિકલ સર્વિસિસ) અને કો-સ્પોન્સર તરીકે ઉત્કર્ષ ટી.એમ.ટી. બાર્સના દિવ્યેશ કારીયા (સિનિયર મેનેજર માર્કેટિંગ)એ સહયોગ આપ્યો હતો.
કાર્યક્રમમાં આર્કિટેક એસોસિએશન ગુજરાત ચેપ્ટર પ્રમુખ મૌતિક ત્રિવેદી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી એન્જિનિયર પરેશ અઢિયા, કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ વજુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ટેકનિકલ પ્રોગ્રામની સાથે સાથે એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઘણા ટ્રેડર્સ સ્ટોલ રાખી અને પ્રોડકટ ડિસ્પ્લે કર્યા હતા તથા બેનર ડિસ્પ્લે કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એસોસિએશનના પ્રમુખ ગૌરવભાઈ સોલંકી, સેક્રેટરી નિશાંતભાઈ દોમડીયા તથા સર્વે કમિટી મેમ્બર્સ ધર્મેન્દ્રભાઈ મીરાણી, દિનેશભાઈ પટેલ, અમિશભાઈ ગરીબા, અંકિતભાઈ ભાલોડી, મિલનભાઈ ઝવેરી, યશ ભદાણીયા, ચૈતન્ય પંડ્યા, મિલન માણેક, આનંદ કેરાલીયા, જીજ્ઞેશ શાહ, કમલેશ વેકરીયા, સંદીપ ચંદનાનીએ મહેનત કરી હતી.