રહેવાસીઓને ભાજપ પક્ષના કાર્યકર્તાનો ઉશ્કેરણીજનક જવાબ
ન્યાય આપો, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની હદમાં આવતાં વોર્ડ નં. 11માં આવેલા મુરલીધર સોસાયટીમાં શેરી નં. 1 અને 2 તથા શેરી નં.1માં આવતી ત્રણ બંધ શેરીઓમાં વર્ષોથી ડામર રોડની સુવિધા મળી નથી. જ્યારે એ જ સોસાયટીમાં રહેતા એક ભાજપ પક્ષના કાર્યકર્તાના ઈશારે તેમના ઘર સુધી ડામર રોડની કામગીરી થઈ છે. તો વોર્ડ ઓફીસ કે ચૂંટાયેલા નગરસેવકોને રહેવાસીઓએ ફરિયાદ કરતાં એવો જવાબ મળે છે કે તમારી સોસાયટીમાં ડામરરોડનું ટેન્ડર પાસ થયું છે, પરંતુ સ્થાનિક ભાજપ પક્ષના કાર્યકર્તાના ઈશારે તમારું કામ ક્યારેય કરવામાં નહીં આવે એવો ઉશ્કેરણીજનક જવાબ આપવામાં આવ્યો હતો. સાથોસાથ આ સોસાયટીના રહેવાસીઓને અલગ-અલગ રીતે ઘણો અન્યાય આ જ રીતે વારંવાર કરવામાં આવે છે. ત્યાંની સોસાયટીના આગેવાનોે આમઆદમી પાર્ટીને પોતાની આપવીતિ જણાવી કે લોકોની સુખાકારી માટે લડત આપતાં આ વાતને એક શાંતિમય આવેદન સ્વરૂપે યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે ત્યારે કેટલા સમયમાં ન્યાય મળશે, જો કોઈ પણના ઈશારે સત્તાનો દુરુપયોગ થશે તો રહેવાસીઓને ઉગ્ર આંદોલન- ધરણાં અને ગાંધી ચિંધ્યા માર્ગે મજબૂર બની ઘર સમક્ષ કે ઓફીસ સમક્ષ ન્યાય માંગવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.