“SAY NO TO DRUGS” મિશન અંતર્ગત કાર્યવાહી
SOG નો ચાર્જ સંભાળતા જ PI જાડેજાની ડ્રગ્સનો વેપાર કરનાર લોકો સામે લાલ આંખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાયેવાહી કરવા સુચના આપી હતી.
જે સબંધે એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.હેડ કોન્સ. ફીરોજભાઈ હનીફભાઈ રાઠોડ તથા ઈન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર કેનાલ રોડ ઉપરથી મેફેડ્રોનના જથ્થા સાથે હર્ષ દેવાભાઈ ચાવડીયા ઉવ.19 રહે.પેડક રોડ પર થી મુદામાલ સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરાઈ હતી.