આજે રેસકોર્સમાં ઓપરેશન સિંદૂરથી પ્રેરીત હમ હિંદુસ્તાની કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ રેસકોર્ષ, સિદ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવ યોજાઇ રહ્યો છે ત્યારે સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ દાદાના ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયા હતા. આ પ્રસંગે ગણપતિ બાપ્પાને વિવિધ જાતનાં ભોગ અર્પણ કરી શોભાયમાન અન્નકૂટ સજાવવામાં આવ્યો હતો.
ભક્તો માટે આ અન્નકૂટના દર્શન એક અનોખો અને ભક્તિભાવથી ભરેલો અનુભવ બની રહ્યો હતો. આ તકે ડો. માધવ દવે એ જણાવેલ કે અન્નકૂટ એટલે ભક્તિ, સમર્પણ અને આભાર વ્યક્ત કરવાની અદભુત પરંપરા. ભગવાનને અન્નનો અર્પણ માત્ર ભોગ જ નથી, પરંતુ એ જીવનમાં સમૃદ્ધિ, આનંદ અને એકતાનું પ્રતિક છે. ત્યારે ગણપતિ દાદા ને ધરાવેલ ભવ્ય અન્નકૂટ દર્શન માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભક્તિ, આભાર અને સમર્પણનું મહાપર્વ છે, જે ભક્તોના હૃદયને પવિત્ર કરે છે અને જીવનમાં આનંદ-સમૃદ્ધિ લાવે છે.



