ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમગ્ર એશિયામાં સૌથી વધુ સભાસદ ધરાવતી સહકારી બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ‘સભાસદ ભેટ’ વિતરણ કાર્યનો શુભારંભ થયો છે. આ વખતે સભાસદ ભેટમાં નામાંકિત કંપની વેલસ્પનના ટુવાલ સેટ છે.
- Advertisement -
પ્રાસંગિકમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, ‘સર્વપ્રથમ નવી ચુંટાયેલી સમગ્ર ટીમને હ્રદયપૂર્વક અભિનંદન. નાગરિક બેંકની સભાસદ ભેટની સહુ કોઇ રાહ જોતા હોય છે. તેમાં પણ આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરી મોબાઇલ એપ્લીકેશન લોન્ચીંગ થયું છે તે ખૂબ જ સરસ વાત છે. હું અહી મહેમાન તરીકે નહિ પરંતુ પરિવારના સદસ્ય તરીકે ઉપસ્થિત રહ્યો છે. બેંક સાથેના પારિવારિક સંબંધનું આપણે સહુને ગૌરવ છે.’
બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે સભાસદ ભેટ 2024 પ્રારંભ અવસરે જણાવ્યું હતું કે, ‘સભાસદોને આતુરતાનો અંત આવ્યો છે. આપણે સહુ બેંકમાં વિવિધ જવાબદારી નિભાવતાં હોવાથી બહારની દુનિયામાં સહુ કોઇ સભાસદ ભેટ અંગે સતત પુછતા હોય છે. મોબાઇલ એપ્લીકેશન દ્વારા ભેટ રજિસ્ટ્રેશન કરી શકાય છે અને ઘેર બેઠાં સરળતાથી મળી રહે છે. વિશેષમાં, ટેકનોલોજી સાથે કદમ મીલાવતાં આપણે કોર બેંકિંગ સોલ્યુશન માટે દેશની અગ્રગણ્ય સોફટવેર કંપની ઇન્ફોસીસ સાથે કરાર ર્ક્યા છે અને ફેબ્રુઆરી 2025માં તેનો સોફ્ટવેર કાર્ય કરતો થઇ જશે.’
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલકજી મુકેશભાઇ મલકાણે જણાવ્યું હતું કે, ‘કોઇ કાર્યક્રમમાં ઉપસ્થિત હોવ તેના કરતાં સ્વયંસેવકોને મળી રહ્યું હોય તેવું લાગે છે. નવનિયુક્ત સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. સંઘર્ષ કરીને સહુ ચુંટાયા છો અને આપ સહુ ઉપર બહુ જ મોટી જવાબદારી આવી છે. પૂર્વ ચેરમેનો-સંચાલક મંડળ દ્વારા કંડારેલી કેડી અને વિવિધ એચીવમેન્ટને લીધે તેને જાળવવા અને હજુ પણ વધુ આગળ વધવાની બહુ મોટી જવાબદારી છે. દસ હજાર કરોડના બિઝનેશ અને ત્રણ લાખથી વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવતી બેંકનું ખૂબ જ મોટું નામ છે અને રાજકોટની વાત કરીએ તો લગભગ 20 લાખની વસ્તી ગણીએ તો દર સાત વ્યક્તિએ એક વ્યક્તિ તેનો સભાસદ હોય શકે છે. આમ રાજકોટમાં જ ઘણોબધો ફેલાવો જોવા મળે છે.’ જીવણભાઇ પટેલે જણાવ્યું હતું કે, “ત્રણ લાખથી વધુ સભાસદોને ભેટ મળશે. આ વખતે સભાસદ ભેટમાં એક શેર ઉપર એક ટુવાલ સેટ મળશે. આ વખતે ભેટ વિતરણમાં સરળતા સાથે સુવિધાયુક્ત કામગીરી થશે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતાં દરેક સભાસદે પોતાને અનુકુળ સમયે અને સ્થળેથી છગજઇ ૠઈંઋઝ 2024 મોબાઇલ એપ દ્વારા સભાસદ ભેટનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયે નિયત સમયમાં સભાસદ ભેટ તેમના ઘેર લોકલ કુરિયર દ્વારા પહોંચાડવામાં આવશે. ઘેર બેઠાં જ મળતી આ સભાસદ ભેટ મેળવવા માટે ક્યાંય પણ રૂબરૂ જવાની જરૂર જ નથી.’
મુકેશભાઇ મલકાણે જણાવ્યું હતું કે, ‘કોઇ કાર્યક્રમમાં ઉપસ્થિત હોવ તેના કરતાં સ્વયંસેવકોને મળી રહ્યું હોય તેવું લાગે છે. નવનિયુક્ત સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. સંઘર્ષ કરીને સહુ ચુંટાયા છો અને આપ સહુ ઉપર બહુ જ મોટી જવાબદારી આવી છે.



