આજથી ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ પહેલા ભારતના નાનાં ગામડાં અને શહેરોમાં ઈદ અને દિવાળી મનાવતા જોયા હતા, પરંતુ ક્રિસમસની કોઈ ખાસ ઉજવણી જોવા મળતી નહોતી, આજે ઘણા દેશોમાં દરેક મોટા તહેવારને ખાસ માન્યતા અપાય છે
ક્રિસમસ 25 ડિસેમ્બરે વિશ્વભરમાં અજાબો લોકોમાં ઉજવાતો મુખ્ય તહેવાર જે ખ્રિસ્તીઓનો ધાર્મિક તહેવાર ઇસુ ખ્રિસ્તના જન્મ દિવસની યાદગીરીમાં ઉજવાય છે.લોકવાય અનુસાર પ્રેગ્નેટ મધરમેરી બેથલહેમમાં પહોચ્યા ત્યારે ત્યાં ધર્મશાળામાં જગ્યા નહોતી આથી ઈસુ નો જન્મ એક તબેલામાં થયો હતો. ઈસુના જન્મ દિવસ અંગે અલગ પૂર્વધારણાઓ પ્રચલિત છે છેવટે ચોથી સદીની શરૂવાતમાં આ દિવસ નક્કી કરાયો. ક્રિસમસ આમ તો ક્રિશ્ચયન ધર્મનો માનીતો તહેવાર. પરંતુ ગ્લોબલાઇઝેશનનો સહુ થી મોટો ફાયદો સંસ્કૃતિની એકતાને મળ્યો છે. બાકી આજથી ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ પહેલા ભારતના નાના ગામડા અને શહેરોમાં ઈદ અને દિવાળી મનાવતા જોયા હતા, પરંતુ ક્રિસમસની કોઈ ખાસ ઉજવણી જોવા મળતી નહોતી. આજે ઘણા દેશોમાં દરેક મોટા તહેવારને ખાસ માન્યતા અપાય છે. જેમ આપણી દિવાળી હવે અનેક દેશોમાં ધામધુમથી ઉજવાય છે તેવીજ રીતે હવે ક્રિસમસના તહેવારની લગભગ દરેક દેશોમાં જાહેર રજા સાથે ઉજવણી થાય છે. ક્રિસમસ વિશ્વના મોટાભાગના દેશોમાં મુખ્ય તહેવાર તરીકે ઉજવાય છે. આથી દુનિયાભરમાં ઇકોનોમિક રીતે પણ આ મહત્વનો છે. રીટેલ બીઝનેસ એટલે કે નાના મોટા છૂટક વેપારીઓ માટે આખા વર્ષનો સહુથી વધારે કમાણી કરાવતો તહેવાર છે. ક્રિસમસ એટલે શોપિંગ સીઝન. માર્કેટ ધમધમતું લાગે છે. સજાવેલા લાઈટીંગથી ઝગમગતા મોલ સ્ટોર્સ બધું કઈ પણ નાં ખરીદવું હોય છતાં જવા લલચાવે છે. રસ્તાઓ મોલ બધું ભરેલું રહે છે. જોકે હવે ઓનલાઈન શોપિંગ વધી રહ્યું હોવાને કારણે નાના વેપારીઓને ખાસ્સો માર પડ્યો છે. છતાં આ કમાણીના દિવસો એ નક્કી છે. અમેરિકામાં પણ ફુગાવો વધી રહ્યો છે એ પ્રમાણે આ વર્ષે સરેરાસ એક અમેરિકનનો ક્રિસમસ ખર્ચ 950 ડોલર સુધી હોવાની શક્યતાઓ છે. લગભગ 1.3 ટ્રીલીયન રીટેલ વેચાણ થવાની શક્યતાઓ છે. જેમાં 65 ટકા જેટલું ઓનલાઈન શોપિંગ થઇ શકે તેમ છે. જેમાં સ્ટોરમાં નાં મળતી વસ્તુઓ એજ સ્ટોરની ઓનલાઈન વેબસાઈટ ઉપરથી ખરીદી કર્બ સાઈડ પીકઅપ એટલે ત્યાં જઈને લઇ આવવાની પદ્ધતિ પણ બહુ જોરમાં છે જ્યાં શિપિંગનો વધારાનો ખર્ચ બચી જાય છે. તહેવાર એટલે ફૂડ ફેમીલી, ફ્રેન્ડસ અને ફન …. પશ્ચિમી દેશોમાં આલ્કોહોલ દરેક પાર્ટીની જરૂરીયાત છે. જેમ આપણે ત્યાં મીઠાઈ વિના તહેવાર નહિ તેમાં અહી વાઈન વિના જમણ નહિ. ચોકલેટ, ચીઝ અને આલ્કોહોલ વિના તહેવાર ફીકા લાગે છે. વધારે વેચાણ માટે આલ્કોહોલમાં પણ દર વર્ષે અલગ વેરાઈટી અને ફ્લેવર્સ ઉમેરવામાં આવે છે. અલગ જાતના કુવારપાઠા માંથી બનાવાતો ટકીલા પણ પાર્ટીની શાન બની જાય છે. અને દ્રાક્ષમાંથી બનતો વાઈનતો ડીનર ટેબલની શાન હોય છે. એમાય કોવિડ પછી ભલે ડોલર્સ હાથમાં નાં હોય છતાં લોકોની ખરીદવાની શક્તિ વધી ગઈ છે. જીવનને અલગ રીતે જોવાની રીત પણ બદલાઈ છે. આ અનુશાર આલ્કોહોલનું વેચાણ વધી ગયું છે એ અહ્કીકત છે.ગયા વર્ષ કરતા દસ ટકાની ખરીદી વધારે થવાની સંભાવનાઓ પણ ખરી. જેમ દીપાવલી દીવાના ઝગમગાટ વિના નાં શોભે તેમ લાઈટીંગ કેન્ડલ વિના તો ક્રિસમસ કેમ ઉજવાય.
- Advertisement -
ક્રિસમસ એટલે બાળકો અને તેમના વહાલા સાન્તાક્લોઝ
તહેવારો જીવનને ગતિશીલ અને જીવંત રાખે છે, સહુને આ ઝગમગતા દિવસો મુબારક
દરેક વિતતા વર્ષ સાથે ક્રિસમસની લાઈત્સમાં અનેક ગણો ફેરફાર અને વિવિધતા જોવા મળે છે. વિવિધ પ્રકારના સાધનો અને એલઈડી લાઈટ્સ આજુબાજુનું આખું વાતાવરણ ચમકાવી મુકે છે. માત્ર બે નાના મશીનો ઘર બહાર મુકતાની સાથે આખા ઘર ઉપર જાણે હજારો લાઈટ્સની પથારી પાથરી હોય તેવું મોહક બની જાય છે.
અમેરિકાના વસવાટ દરમિયાન આ તહેવારને ખુબ નજીકથી જાણવા અને માણવાનો મળ્યો છે. અમેરિકામાં ડીસેમ્બર મહિનો આવતા પહેલાજ ઘરની અંદર અને બહાર રોશની અને ક્રિસમસને અનુરૂપ સજાવટનો ખડકાવ થઈ જાય છે. નાનીનાની લાઈટ્સ નાં હળવા ઝગમગાટથી શોભતા ક્રિસમસ ટ્રીની લાઈટ્સ જાણે કોઈ પણ ભેદભાવ વિના દરેકને પોતાની ચમક આપી રહેલા આભના તારલા જેવી માત્ર દેખાવથી આંખોને જ નહી અંદરથી પણ સંતોષ આપે છે. આ ટ્રી લગભગ દરેકના ઘરનું આકર્ષણ બની જાય છે.
ઘરમાં ક્રિસમસ ટ્રી ને રંગબેરંગી લાઈટ્સ અને અલગઅલગ રમકડાં લટકાવી ક્રિસમસ ટ્રી શણગારવાની એક અલગ મઝા હોય છે. કેટલાક સાચા ટ્રીને શણગારે છે તો મોટાભાગના પ્લાસ્ટીકના ટ્રીને વરસો વરસ આ માટે વાપરતા હોય છે. બાળકો સાથે મોટેરાઓ ભેગા મળીને ઘરમાં અને બહાર ક્રિસમસનું ડેકોરેશન અને લાઈટીંગ કરે છે. શોપિંગ મિલ શહેરના રસ્તાઓ બધું ઝગમગતું જોવા મળે છે. અલગ રહેતા બાળકો અને સ્વજનો ક્રિસમસની આગલી રાત્રે એકઠા થાય છે. સાથે ડીનર કરે છે, જેમ ભારતમાં દિવાળીને મહત્વ મળે છે, એમજ આ મુખ્ય તહેવારને સહુ પરિવાર સાથે ઉજવવામાં માને છે. ક્રિસમસ એટલે બાળકો અને તેમના વહાલા સાન્તાક્લોઝ. નાના બાળકો સમજણા ના થાય ત્યાં સુધી તેમનો સફેદ દાઢી મૂછો વાળા સાંતાકલોઝના ભ્રમને બરકરાર રાખવામાં આવે છે. ફાયરપ્લેસ પાસે મિલ્ક અને બિસ્કીટ મૂકી સાંતાકલોઝને આવકારવાનો રીવાજ નાના બાળકોમાં હજુ પણ છે. બાળકોને ખુશ કરવા ક્રિસમસ ના આગળ વીકથી કોઈ એક સાન્તાક્લોઝ નો પહેરવેશ પહેરી ફાયર ટ્રકમાં બેસી નાની મોટી સ્ટ્રીટ માં ફરે છે જેથી બાળકોને સાન્તાક્લોઝનાં સાચુકલા હોવાનો આનંદ થઇ શકે. મોટાભાગના સ્ટોર્સમાં ડોનેશન બોક્સ રખાય છે જ્યાં ખરીદી કરવા આવનાર પોતાની ઈચ્છા પ્રમાણે વસ્તુ ડ્રોપ કરી ચેરીટી કરી શકે છે . લગભગ દરેક સ્કુલમાં પણ આ પ્રોગ્રામ કરાય છે જ્યાં બાળકો પોતાની ઇચ્છા પ્રમાણે નાની મોટી ગીફ્ટ લઇ જાય છે, જે બીજા દેશોનાં જરૂરીયાત વંચિત બાળકો માટે મોકલાવાય છે .. કેટલાય સ્થળો ઉપર ફ્રી જમવાનું અને નાના બાળકોને ભેટો વહેચાય છે. શોશ્યલ કામગીરી કરનારા એ દરેકને આવા કાર્યમાં વધારે આનંદ આવે છે અને એક રીતે આજ સાચી ક્રિસમસ છે. અમેરિકામાં ન્યુયોર્ક સિટીના 30વિં સ્ટ્રીટ ઉપર આવેલું રોકેફેલાર સેન્ટર પાસેનું 78 ઊંચું અને 20 ફૂટ ઊંચું ક્રિસમસ ટ્રી નું ડેકોરેશન અવર્ણનીય હોય છે, જે 1999 માં 100 ફૂટ ઊંચું ટ્રી શણગારાયું હતું. આસપાસના આખો વિસ્તાર અવનવી રોશની થી ચમકતો હોય છે ઝીરો ડીગ્રી થી પણ નીચા ટેમ્પરેચર વચ્ચે પણ હજારો લોકો રાત્રે અહી ફરતા જોવા મળે છે .આ જોવા જવું પણ લહાવો છે. આ ઉત્સાહ છેક ન્યુ-યર સુધી યથાવત રહે છે. ન્યુયરની આગલી રાત્રે ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેર પાસે આવેલા મોટા ડીપાર્ટમેન્ટ સ્ટોર મેસીસ તરફથી તેના ઊંચા બિલ્ડીંગ ઉપરથી 141 ફૂટ ઉપરથી બરાબર રાત્રે બાર વાગ્યે કાઉન્ટ ડાઉન કરતા એક મોટો ઝગમગતો ગોળો નીચેની તરફ સરકાવાય છે.. જે 12 ફીટ ડાયામીટર અને 11875 પાઉન્ડ વજન ઘરાવે છે. આ સમયે ન્યુયોર્કમાં મીલીયન કરતા પણ વઘુ માણસો ફરતા જોવા મળે છે. સાંજથી શરુ કરીને અડધી રાત્રી સુધી જાણીતા સિંગર્સ લાઈવ મ્યુઝીકલ પ્રોગ્રામ આપતા હોય છે. ખુબ ઠંડીમાં પણ ધમધમતા આ શહેર આ વિસ્તારને નજરે જોવા, માણવાની ઈચ્છા લગભગ દરેક અમેરિકનને લલચાવે છે. જોકે જીવનમાં એકવાર માણવા જેવો આ પ્રસંગ ખરો.
- Advertisement -