કાલે 25 ડિસેમ્બરના દિવસને ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે. રાજકોટ સહીત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ઉજવણી કરવામાં આવે છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ નાતાલની ઉજવણી ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવવા માટે આતુરતા જોવા મળે છે. જીસસના જન્મના આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. ત્યારે રાજકોટમાં ચર્ચોને રોશની અને ફૂલોથી શણગારવાંમાં આવ્યા છે. કાલે ચર્ચમાં સવારથી ફાધર દ્વારા પ્રાર્થનાનું સ્મરણ કરીને ઈસુ ખ્રિસ્તના જન્મનું મહત્ત્વ સમજાવવામાં આવશે. આ ઉપરાંત ચર્ચમાં ખ્રિસ્તી ધર્મનું ગીત ગાઈને પ્રાર્થના પણ કરવામાં આવશે. ત્યાર બાદ એકબીજાને મેરી ક્રિસમસ કહીને પ્રભુ ઈસુના જન્મની શુભેચ્છા પાઠવવામાં આવશે. આ ઉપરાંત સન્તાકલોઝના વસ્ત્ર ધારણ કરી અનેક શાળામાં બાળકોને ગીફટ અને ચોકલેટ આપવામાં આવી હતી.
રાજકોટમાં ક્રિસમસને પગલે ખ્રિસ્તી સમુદાયમાં ઉત્સાહ, ચર્ચનો રોશની અને ફૂલોથી શણગાર

You Might Also Like
Follow US
Find US on Social Medias


