નાતાલના દિવસે રાજકોટના દરેક ચર્ચ રોશનીથી શણગારાયા: નાતાલના તહેવારમાં સાન્તાક્લોઝનું પણ આકર્ષણ
- Advertisement -
લોકો આખા વર્ષ દરમિયાન વર્ષના છેલ્લા તહેવાર ક્રિસમસની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે ત્યારે આજે ક્રિસમસ નિમિત્તે રાજકોટનું લવ ટેમ્પલ રોશનીથી શણગારવામાં આવ્યું છે. ખ્રિસ્તી અનુયાયીઓ આજે મોટી સંખ્યામાં ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી ધામધૂમપૂર્વક કરશે ત્યારે રાજકોટના તમામે તમામ ચર્ચને રોશનીથી ઝગમગાટ કરી દેવામાં આવ્યા છે.
ક્રિસમસ એ ઈસુના જન્મની ઉજવણી માટે ઉજવવામાં આવતો તહેવાર છે. જે દુનિયાના ખૂણે-ખૂણે ઉજવાય છે. આમ આજરોજ રાજકોટમાં પણ લવ ટેમ્પલ, કાલાવાડ રોડ બિશપ હાઉસ, મોચી બજાર ચર્ચ, કુવાડવા રોડ ચર્ચમાં ભગવાન ઈસુના જન્મના વધામણાં લેવા માટે ખ્રિસ્તી અનુયાયીઓ સજ્જ બન્યા છે. આ સાથે ખ્રિસ્તીઓ તેમના ઘરને પણ રોશનીથી શણગારી નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. આમ નાતાલના તહેવારમાં સાન્તાક્લોઝનું પણ ભારે આકર્ષણ રહેતું હોય છે.