JCB વડે ગેરકાયદે ખનન કરતા 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ચોટીલા ખાતે પરમેશ્વર સોસાયટી પાછળના વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર માટીનું ખનન થતું હોવાની જાણ પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને થતા તેઓ દ્વારા ટીમ સાથે દરોડો કરી સરકારી જગ્યા પર ચાલતા ગેરકાયદેસર માટી ખનન માટે ઉપયોગમાં લેવાતા એક જેસીબી મશીન તથા બે ટ્રેક્ટર જપ્ત કરેલ આ સાથે ગેરકાયદેસર ડામરની કપચી ભરેલ એક ડમ્ફર સહિત કુલ 1.10 કરોડનો મુદામાલ જપ્ત કરી અનિલભાઈ નાજુભાઈ સરૈયા, જાદવભાઈ નાજાભાઇ સરૈયા તથા સનરાઈઝ ક્ધટ્રકસન ભીમગઢ વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.



