ખનિજ ભરેલા 19 ડમ્પર અને પલાસા ગામે ખનિજ ખોદકામ કરતા JCB જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનો મોત પ્રમાણમાં જથ્થો ખનન થતો રહે છે અને આ ખનીજનો હેરફેર કરતા ઈસમો મોદી રાત્રે વાહનોમાં ભરીને જે તે સ્થળે પહોંચાડે છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ગત મોડી રાત્રે મૂળી અને થાનગઢ વિસ્તારમાં મેગા ડ્રાઇવ યોજી ખનિજ ખનન અને વહન કરતા ડમ્ફર તથા જેસીબી મશીનને જપ્ત કરાયું હતું જેમાં 19 જેટલા ખનિજ ભરેલા ડમ્ફર અને મૂળી તાલુકાના પલાસા ગામે સફેદ માટીનું ખોદકામ કરતા એક જેસીબી મશીનને ઝડપી લીધું હતું. જમવા મળતી વિગતો અનુસાર ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણા દ્વારા ગત રાત્રિના સમયે હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોના રોડ પર સઘન પેટ્રોલિંગ હાથ ધરી રેતી તથા બ્લેક ટ્રેપ જેવા ખનિજ ભરીને હેરફેર કરતા વાહનોને જપ્ત કરાયા હતા આ સાથે મૂળી તાલુકાના પલાસા ગામે સીમ વિસ્તારમાં સફેદ માટીનું ખોદકામ કરતા એક હિટાચી મશીન સહિત કુલ 7.73 કરોડનો મુદામાલ જપ્ત કરી તમામ ડમ્ફર અને જેસીબી મશીન સીઝ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ખનિજ વહન અને ખનન કરતા જપ્ત કરેલાં વાહનોની યાદી
(1) જીજે 13 એ ડબલ્યુ 5914 બ્લેક ટ્રેપ
(2) જીજે 3 બી ઝેડ 8930, બ્લેક ટ્રેપ
(3) જીજે 13 એ ડબલ્યુ 7511, બ્લેક ટ્રેપ
(4) જીજે 13 એ એક્સ 0666, બ્લેક ટ્રેપ
(5) જીજે 13 એ એક્સ 0582, બ્લેક ટ્રેપ
(6) જીજે 35 ટી 4059, બ્લેક ટ્રેપ
(7) જીજે 3 પી વાય 5590, સાદી રેતી
(8) જીજે 13 એ એફ 0581, બ્લેક ટ્રેપ
(9) જીજે 13 એ એક્સ 7094, સાદી રેતી
(10) જીજે 12 બી ડબલ્યુ 9165, બ્લેક ટ્રેપ
(11) જીજે 13 એ ટી 8944, બ્લેક ટ્રેપ
(12) જીજે 13 એ ડબલ્યુ 9531, બ્લેક ટ્રેપ
(13) જીજે 13 એ ડબલ્યુ 1244, બ્લેક ટ્રેપ
(14) જીજે 2 ઝેડ ઝેડ 8372, બ્લેક ટ્રેપ
(15) જીજે 7 વાય ઝેડ 9181, બ્લેક ટ્રેપ
(16) જીજે 24 એક્સ 1905, બ્લેક ટ્રેપ
(17) જીજે 3 બી વાય 8483, સાદી રેતી
(18) જીજે 13 એ એક્સ 3637, સાદી રેતી
(19) જીજે 13 એ ડબલ્યુ 2663, સાદી રેતી
(20) જેસીબી મશીન, સફેદ માટીનું ખોદકામ