એક રોયલ્ટીનો વારંવાર ઉપયોગ કરી ખનિજ ચોરી કરતા હોવાનો ઘટસ્ફોટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દાયકાથી ખનિજ ચોરી કરતા ખનિજ માફીયાઓ પર ચોટીલા પ્રાંત અધિકારી ભારે પડી રહ્યા છે. ત્યારે વારંવાર ખનિજ ચોરી કરતા અને ખનિજ વહન કરતા માફીયાઓ પર ત્રાટકી માફિયાઓને વિચારતા કરી દીધા છે ત્યારે ફરી એક વખત ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રાજકોટ અમદાવાદ હાઇવે પર ચેકીંગ હાથ ધરી રેતી ભરેલા ડમ્ફર જીજે 03 બી ઝાડ 7787 તથા એ એસ 02 ડી સી 6537 નંબર વાળાને ઝડપી લઇ કુલ 34,20,760 રૂૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ ડમ્ફરમાં ભરેલી રેતીની રોયલ્ટી તો હતી પરંતુ આ રેતીની એક જ રોયલ્ટી વારંવાર ઉપયોગ કરી ખનિજ વહન કરતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે બંને ડમ્ફર ઝડપી તેના માલિકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.