ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાન ધારકો ગરીબોના ભાગનું અનાજ બરોબર સગેવગે કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ખનિજ માફીયાઓ બાદ હવે સરકારી અનાજનું કાળા બજાર કરતા ઈસમો પર તેવી બોલાવી છે જેમાં ગઇ કાલે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ચોટીલા માર્કેટિંગ યાર્ડ નજીકથી એક છકડો રિક્ષામાંથી 15 બોરી ઘઉં કાળાબજાર થાય તે પૂર્વે જ જપ્ત કરી લીધા હતા આ સાથે સરકારી અનાજનો જથ્થો સાયલા તાલુકાના મોટી મોરસર ગામના સસ્તા અનાજના દુકાન સંચાલક શૈલેષભાઈ હરજીભાઈ ડાભી દ્વારા કાળા બજાર માટે મોરસર ગામના વિશાલ વાજાભાઈ ડાભીને ચાકડો રિક્ષામાં વેચાણ માટે આપેલ હોય જે અંગે સરકારી અનાજ અને છકડો રિક્ષા સહિત કુલ 1.81 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલાનાં પ્રાંત અધિકારીએ માર્કેટિંગ યાર્ડ નજીક સરકારી અનાજના જથ્થો ઝડપી લીધો
