વિસ્ફોટક જથ્થો રાખવાના મામલે ગેરરીતિ જણાતા ત્રણ શખ્સો પર કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પર મેગા દરોડા બાદ હવે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા આ કોલસાની ખાણોમાં ઉપયોગ થતા ગેરકાયદેસર વિસ્ફોટક જથ્થા વેચાણ પર તવાઈ બોલાવી છે. જેમાં કોલસાની ખાણને ખોદવા માટે વિસ્ફોટક થકી બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોય છે જે અંગે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ચાર સ્થળો પર વેચાણ થયા વિસ્ફોટક જથ્થા ગોડાઉનમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ચોટીલા સહિત નાવા તથા મેવાસા અને થાનગઢના સરસાણા ગામે ગોડાઉન પર ચેકીંગ હાથ ધરી વિસ્ફોટક જથ્થાની ચકાસણી કરી હતી જેમાં ગોડાઉન અને વિસ્ફોટક જથ્થા ગેરરીતિ જણાતા ચાર ગોડાઉન સહિત કુલ 67.73 લાખ રૂૂપિયાનો જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાના ગેરકાયદેસર ખનનની સાથે વિસ્ફોટક જથ્થાની પણ ગેરકાયદેસર ઉપયોગ થતો હોવા અંગેનો અહેવાલ “ખાસ ખબર” દ્વારા પ્રસિધ્ધ કરાયો હતો જે અહેવાલ કેટલાક અંશે સત્ય સાબિત થયો છે અને ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા વિસ્ફોટક જથ્થાના ગોડાઉન પર દરોડો કરી લાખોનો જથ્થો પણ સીઝ કરાયો છે.
વિસ્ફોટક જથ્થાના ગોડાઉન માલિક
(1) અનિરુધ્ધસિહ પ્રવિણસિંહ ઝાલા, રહે:શાસ્ત્રીનગર, ચોટીલા (સર્વે નંબર 390માં ગોડાઉન)
(2) જાડેજા ધ્રુવરાજસિંહ અશ્ર્વિનીકુમાર, રહે: રેસ્ટ હાઉસ રોડ, ચોટીલા (નાવા ગામના સર્વે નંબર 109 તથા મેવાસા ગામના સર્વે નંબર 54 પર ગોડાઉન)
(3) પી.ડી.રાવલ, રહે: સંજીવની સોસાયટી, થાનગઢ (સરસાણા ગામના સર્વે નંબર 201 પર ગોડાઉન)