ખનિજ ચોરી થતા વિસ્તારના સરપંચ અને તલાટીએ જાણ કરવાનો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા અને મૂળી વિસ્તારમાં થતી ખનિજ ચોરી અટકાવવા ચોટીલા પ્રાંત અધિકારીએ હવે કમર કસી છે જેમાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા વારંવાર હોવી પર સર્ચ હાથ ધરી પાસ પરમીટ વગર ખનિજ વહન કરતા વાહનોને જપ્ત કરી કડક કાર્યવાહી કરી રહ્યા છે આ સાથે અધિકારીઓની રેકી કરી વોટ્સએપ ગ્રુપમાં મેસેજ છોડતા કેટલાક ઈસમો વિરુધ પર કાર્યવાહી હાથ ધરાઇ છે તેવામાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનિજ ચોરીને ડામવા વધુ એક સકારાત્મક પગલું ભર્યું છે જેમાં થાનગઢ અને મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં થતી ખનિજ ચોરી અને ખનિજ વહન અટકાવવા માટે પરિપત્ર જાહેર કરાયો છે આ પરિપત્ર મુજબ થાનગઢ અને મુળી પંથકના જે ગ્રામ્ય વિસ્તારોમાં ખનિજ ચોરી થતી હોય તે અંગેની જાણ કરવા સરપંચ અને તલાટીને જવાબદારી સોંપવામાં આવી છે જો સરપંચ અને તલાટી આ ખનિજ ચોરી અટકાવવાના કાર્યમાં તટસ્થતા નહીં રાખે તો તેઓના પર પણ કાર્યવાહી થશે તેવું સ્પષ્ટ પણે ઉલ્લેખ્યું છે જેથી હવે પોતાના વિસ્તારમાં ખનીજચોરી અટકાવવા તમામ જવાબદારી સરપંચ અને તલાટીને શિરે નાખતા કેટલા અંશે ખનિજ ચોરી પર અંકુશ લાદવામાં સફળતા મળે છે તે આવનારો સમય જ બતાવશે.