તહેવાર નિમિત્તે બજારમાં ટ્રાફિક સમસ્યા અંગે કામગીરી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
તહેવારોની સીઝન શરૂ થતાં દરેક પરિવારો ખરીદી માટે બજારમાં જતા હોય છે જેના લીધે ભીડ પણ સર્જાય છે ત્યારે આ ભીડમાં કેટલાક વેપારીઓ અને ગ્રાહકોની કિંમતી ચીજ વસ્તુઓ ચોરી થવાની ઘટનાઓ પર પ્રકાશમાં આવે છે તેવામાં ચોટીલા પોલીસ દ્વારા તહેવાર નિમિતે વેપારી અને ગ્રાહકોની સલામતી માટે શહેરની મુખ્ય બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું આ સાથે મુખ્ય બજારમાં લોકોની ભીડ હોવાના લીધે ટ્રાફિક જામની સમસ્યાનો પણ નિકાલ આવે તે માટે વેપારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી બિન જરૂરી પોતાની દુકાનનો મલ સમાન બહાર નહિ રાખવા જણાવ્યું હતું. પીઆઇ આઇ.બી.વળવી દ્વારા વેપારીઓ અને ગ્રાહકોને તહેવાર નિમિતે શાંતિથી અને સલામતી અનુભવે તે માટે પોલીસ સતત ખડે પગે રહેશે તેમ જણાવ્યું હતું.



