ખેડૂતોને ફોર્મ ભરવાનો સમય ગાળો વધાર્યાના પરિપત્ર બાદ ભલામણ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ખેડૂતો માટે હમદર્દી દાખવતા હોવાની પોકળ વાતો છતી થઈ છે જેમાં રાજ્યમાં વરસાદના લીધે થયેલ ખેડૂતોને પાક નુકશાની બાદ સર્વે કામગીરી અને વળતર આપવા માટે ખેડૂતોને ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કેટલાક અંશે ટેકનિકલ સમસ્યા ઊભી થતી હતી જેના લીધે અનેક નુકશાન પીડિત ખેડૂતોને પોતાના ફોર્મ ભરવાના બાકી હોય પરંતુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોમ્બર હોય અને ઓનલાઇન ફોર્મ ભરવાના બાકી હોવાથી મોટાભાગના ખેડૂતોને સરકારના વળતરનો લાભ મળી શકે તેમ ન હોય જેને લઇ ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ફોર્મ ભરવાની સમય મર્યાદામાં વધારો કર્યો હતો જે અંગે 30 ઓક્ટોમ્બરના પરિપત્ર પણ સામે આવ્યો હતો પરંતુ સરકાર દ્વારા સમય મર્યાદા વધારવાના નિર્ણયનો જસ ખાટવા ચોટીલા વિધાનસભાના ધારાસભ્યે પોતાના લેટર પેડ થકી રાજ્યના કૃષિ મંત્રી રઘવજીભાઈ પટેલને ખેડૂતો માટે વળતરની સરકારી યોજનામાં ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ તેવી માંગ સાથે રજૂઆત કરતો પત્ર પણ વાઇરલ કરાયો હતો જોકે ધારાસભ્ય શામજી ચૌહાણ દ્વારા પણ 30 ઓકટોબરના રોજ આ રજૂઆત કરાઈ હોવાનું સામે આવ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ફોર્મ ભરવા માટેની સમય મર્યાદા વધારી ચૂક્યા હતા જે બાદ ધારાસભ્યે ખેડૂતો માટે પોતે મહેનત કરતા હોવાનો જસ ખાટવા પત્ર વાઇરલ કરાયો હોવાની સમગ્ર પંથકમાં ચર્ચાઓ ચાલી રહી છે.
- Advertisement -