ખાસ-ખબર સંવાદદાતા
ચોરવાડ ઝુંડ ભવાની માતાજી ને ભાદરવા સુદ એકમના શુભ દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ મોહનભાઇ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ શ્રી કિશોર મોહનભાઈ કુહાડા ઉપ પટેલ બાબુભાઈ આગ્યા વેરાવળ લોઢી સમાજના પ્રમુખ હીરાભાઈ વધાવી દ્વારા પરંપરાગત મહા આરતી અને ઘ્વજારોહણ અને પુજાપો ચડાવાયો આવ્યો હતો. ભાદરવા સુદ બીજ પછી માછીમારો દરિયો ખેડવા જતા હોય છે. જે પૂર્વે ચોરવાડ ઝુંડ ભવાની માતાજી ની દરેક પૂજા અર્ચના કરેછે શ્રાવણ માસની વદ તેરસથી ભવ્ય માતાજીના સાનિઘ્યમાં પાંચ દિવસની ઉજવણી યોજાય છે. ચોરવાડ ખાતે આવેલ મા ઝુંડ ભવાની તે ખારવા સમાજ દ્વારા પાંચ દિવસ નો ઉજેણી કરવામાં આવે છે માઁ ભવાનીને માથું નમાવી પુજા કરી દરીયામાં જવાનું હોય છે. આ ઉજેણીમાં ખારવા સમાજના દરેક લોકો પરિવાર સહિત ભેગા થાય છે.ત્યારે ભાદરવા સુદ-એકમને શનિવારે સવારે સૌપ્રથમ સમાજનાં પટેલ જીતુભાઇ કુહાડા દ્વારા પૂજાવિધિ કર્યા ત્યાં બાદ ખારવા સમાજના ઘરે ઘરે તમામ લોકો પૂજાપો ચડાવી ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.