અખિલ ભારતીય ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજની તા. ૪ જુલાઈએ જૂનાગઢમાં મળેલી વાર્ષિક સામાન્ય સભામાં ગાંધીનગર એકમના પ્રમુખ અને મુખ્યમંત્રીના Add P.R.O. હિતેષભાઈ પંડ્યાની અખિલ ભારતીય પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
ગુજરાત ઉપરાંત ભારતના મુંબઈ, ચેન્નાઇ, પૂના, નાસિક, દિલ્હી, કર્ણાટક, કેરળ, કલકત્તા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં અને આફ્રિકા, લંડન, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં પણ વસતા ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણોના સંગઠન અખિલ ભારતીય દિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભા જૂનાગઢ મુકામે ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજની વાડીમાં રવિવારે મળી હતી. આ સભામાં હિતેષભાઈ પંડ્યાની ફેડરેશનના અખિલ ભારતીય પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
- Advertisement -
હિતેષભાઈ પંડ્યા રાજકોટના વતની છે અને ૨૦૦૧થી ગાંધીનગરમાં રહે છે અને ૨૦૦૧થી તેઓ મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે સેવા બજાવી રહ્યા છે. અને સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ સાથે કામ કરી ચુક્યા છે અને હવે તેઓ સીએમ વિજયભાઈ રૂપાણી સાથે કામ કરે છે.
હિતેષભાઈ રાજકોટમાં સુપ્રસિદ્ધ દૈનિક પત્ર ‘ફૂલછાબ’માં પણ ૧૯૭૮ થી ૨૦૦૦ સુધી વિવિધ હોદ્દ પર ફરજ બજાવતા હતા. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વદેશી સેવા સંસ્થા INDIAN LIONS CLUB સાથે ૧૯૯૮ થી હિતેષભાઈ જોડાયેલ છે અને ગુજરાતમાં લગભગ ૭૦ ક્લબો ધરાવતી આ સ્વદેશી INDIAN LIONS CLUBના તેવો સર્વોચ્ચ સ્થાન “CHIEF PATRON” પણ છે.


