ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં ચીની નાગરિકો ઉપર સતત થઈ રહેલા હુમલાને લીધે હવે ચીની નાગરિકો પાકિસ્તાન છોડી સ્વદેશ રવાના થઈ રહ્યા છે. આ અંગે ચીનના વડાપ્રધાન લી. કિવંગે પાકિસ્તાન વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે પણ વાતચીત કરી હતી. સોમવારે સાંજે બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલી આ પહેલી વાતચીત હતી. તે સર્વવિદિત છે કે અત્યારે ચીન અને પાકિસ્તાન વચ્ચે ચાયના – પાકિસ્તાન- ઇકોનોમિક- કોરિડોર (ઈઙઊઈ) નું કામ
ચાલે છે. તે જલ્દીથી પૂરો કરવા માટે ચીન પાકિસ્તાન ઉપર દબાણ કરી રહ્યું છે. તેમાં કાર્યરત તેવા ચીની નાગરિકો ઉપર ગત છ મહિનાથી સતત હુમલા થઈ રહ્યા છે. જે પૈકી સૌથી પહેલો હુમલો કરાચી વિશ્વ વિદ્યાલયમાં થયો હતો. જેમાં ચીની ભાષાના ત્રણ શિક્ષકો માર્યા ગયા હતા. તે પછી પાકિસ્તાનનાં વિવિધ શહેરોમાં પણ ચીની ભાષા મેન્ડેટન શિખવનારા ઘણા શિક્ષકોને ચીને પાછા બોલાવી લીધા છે.
પાક.માં સતત થતાં હુમલાથી ચીની નાગરિકો ભયભીત
