ખાસ-ખબર સંવાદદાતા
ચીન શોધ અને સંશોધનમાં દુનિયાથી અલગ જ રસ્તે ચાલે છે. સફળતા મળે કે નિષ્ફળતા તે જોખમી પ્રયોગો કરતું રહે છે. તાજેતરમાં ચીનની એક ખાનગી અંતરિક્ષ કંપનીએ મિથેન લિકવિડ ઓકસીજન રોકેટ લોંચ કરવાનો દાવો કર્યો છે.
આ સાથે જ નેકસ્ટ જનરેશનના લોંચ વ્હિકલ્સને અંતરિક્ષમાં મોકલવાની સ્પર્ધામાં અમેરિકાની ખાનગી અંતરિક્ષ સંસ્થા સ્પેસ એકસને પાછળ રાખી છે. સ્પેસ એકસ ઘણા સમયથી મીથેન ગેસ આધારિત રોકેટ છોડવા માટેની ટેકનિક પર કામ કરી રહયું છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્પેસ એકસને હજુ સફળતા મળી નથી પરંતુ ચીનની ખાનગી કંપની સફળ થઇ છે.
- Advertisement -
ચીનની સરકારી મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ જુકે -2 અને કેરિયર જુકે 2 કેરિયર રોકેટ ઉત્તર પશ્ર્ચિમી ચીન જિઉકવાન સેટેલાઇટ સેન્ટરથી સવારે 9 વાગે મીથેન વાળા રોકેટે ઉડાન ભરી હતી. યોજના મુજબ જ ઉડાણ પુરુ કર્યુ હતું. લેંડ સ્પેસ ચીનના કોર્મશિયલ લોંચ કંપની કે જેને ગત વર્ષના અંતમાં એક પ્રયોગ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.