કેન્દ્ર સરકારે ભારત-પાકિસ્તાન તણાવ સમયે ખોટા સમાચાર ફેલાવવા બદલ ચીનના સરકારી મીડિયા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાં ચીનનું સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગ્લોબલ ટાઈમ્સ ચીનના શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટીનું સત્તાવાર અખબાર છે. છેલ્લા કેટલાક સમયથી ચીનની ભારત વિરૂદ્ધ અવળચંડાઈ બાદ આ પગલું હાથ ધરવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગઈકાલે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ચીને અરૂણાચલ પ્રદેશના અમુક સ્થળોના નામ બદલી નાખ્યા છે.
- Advertisement -
બુધવારે ગ્લોબલ ટાઇમ્સ અને શિન્હુઆના X એકાઉન્ટ્સ દર્શાવે છે કે કાનૂની વિનંતીના જવાબમાં ભારતમાં તેને રોકવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને મોકલવામાં આવેલી ઇમેઇલ ક્વેરીનો આ સંદર્ભમાં તાત્કાલિક કોઈ જવાબ મળ્યો નથી. (એજન્સી)