બેજિંગમાં ‘ટુ સેશન્સ’ બેઠકમાં પ્રીમિયર લી કિયાંગની જાહેરાત: 15મી પંચવર્ષીય યોજનામાં વપરાશ વધારવા અને ઇનોવેશન પર ભાર
ખાસ-ખબર ન્યૂઝ બેઇજિંગ, તા.6
ચીને 2026 માટે ૠઉઙ ગ્રોથનો લક્ષ્યાંક ઘટાડીને 4.5 થી 5 ટકા રાખ્યો છે. વર્ષ 1991 પછી આ પહેલીવાર છે જ્યારે ચીને પોતાનો લક્ષ્યાંક 5 ટકા કરતાં નીચે રાખ્યો છે. બેઇજિંગમાં યોજાયેલી વાર્ષિક સંસદીય બેઠક ‘ટુ સેશન્સ’ દરમિયાન ચીનના પ્રીમિયર લી કિઆંગે આ જાહેરાત કરી હતી.
આ સાથે જ ચીને ગુરુવારે 15મી પંચવર્ષીય યોજના (20262030)નો ડ્રાફ્ટ પણ જાહેર કર્યો છે. આગામી અઠવાડિયે આ યોજનાને લઈને મતદાન થવાનું છે. આ યોજનામાં વપરાશ વધારવા, ટેકનોલોજી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જે આગામી પાંચ વર્ષ માટે બેઇજિંગની આર્થિક દિશા નક્કી કરશે.
ચીન હવે પોતાની આર્થિક રણનીતિમાં ફેરફાર કરી રહ્યું છે. અત્યાર સુધી દેશની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ક્ધસ્ટ્રક્શન અને એક્સપોર્ટ પર આધારિત રહી છે, પરંતુ હવે સરકાર ‘હાઈ-ક્વોલિટી ગ્રોથ’ પર ભાર મૂકી રહી છે. તેનો અર્થ એ છે કે હાઈ-ટેક ઉદ્યોગ, નવીનતા અને માળખાકીય સુધારાઓ દ્વારા અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી વૈશ્ર્વિક આર્થિક આંચકાઓની અસર ઓછી પડે.
ચીનના પ્રીમિયર લી કિઆંગે જણાવ્યું હતું કે વર્ષ 2025 દેશ માટે ખરેખર શાનદાર વર્ષ સાબિત થયું હતું. તેમ છતાં, ચીન સામે કેટલાક ગંભીર પડકારો પણ છે. દેશમાં લાંબા સમયથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર સંકટમાં છે, ઘરેલું માંગ નબળી પડી છે અને વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે કોઈ દેશ મધ્યમ આવક વર્ગમાંથી ઉપરની શ્રેણીમાં પ્રવેશ કરે છે ત્યારે તેની આર્થિક વૃદ્ધિ સ્વાભાવિક રીતે ધીમી પડે છે.
યુરેશિયા ગ્રુપના ડિરેક્ટર ડેન વાંગના મતે, ચીન હવે એક્સપોર્ટ પરની નિર્ભરતા ઘટાડીને ઘરેલું સુધારાઓ પર વધુ ધ્યાન આપી રહ્યું છે. સાથે સાથે સરકારે બેરોજગારી પ્રત્યે પણ પોતાની સહનશીલતા વધારી છે.
ચીની સરકારે આ વર્ષે શહેરોમાં 1.20 કરોડથી વધુ નવી નોકરીઓ ઊભી કરવાનો સંકલ્પ કર્યો છે અને બેરોજગારી દરનું લક્ષ્ય 5.5 ટકા રાખ્યું છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે હાઈ-ટેક ઉદ્યોગને પ્રાધાન્ય આપવાથી પરંપરાગત મેન્યુફેક્ચરિંગ અને ક્ધસ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા કરોડો બ્લુ-કોલર કામદારો માટે જોખમ ઊભું થઈ શકે છે.
આર્થિક પડકારો વચ્ચે પણ ચીને તેના રક્ષા બજેટમાં 7 ટકાનો વધારો કર્યો છે, જોકે આ વધારો પાછલા વર્ષોની સરખામણીમાં થોડો ઓછો છે.
હુતોંગ રિસર્ચના પાર્ટનર ગુઓ શાનના જણાવ્યા મુજબ, ચીનને 2035 સુધીમાં વિકસિત દેશ બનવા માટે આગામી દાયકામાં સરેરાશ માત્ર 4.3 ટકા ગ્રોથ જ જરૂૂરી છે. તેથી હાલ નક્કી કરાયેલું આ લક્ષ્ય પણ બેઇજિંગના આત્મવિશ્ર્વાસને દર્શાવે છે.



