ફિલિપાઈન્સ ચીનના વિસ્તારમાં ઘુસણખોરી કરી રહ્યું છે: ચીન
ફૂટેજમાં ચીની કોસ્ટ ગાર્ડનું એક જહાજ વોટર કેનન વડે બીજા જહાજ પર પાણી રેડતું જોવા મળે છે.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે સાઉથ ચાઈના સીમાં નૌસેનાની કવાયત સામે ચીને વાંધો વ્યક્ત કર્યો છે. ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કોલ વુ કિઆને કહ્યું છે કે બે દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગથી કોઈ ત્રીજા દેશની શાંતિને નુકસાન ન થવું જોઈએ. ચીની મીડિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કિઆને કહ્યું- ચીન અને ફિલિપાઈન્સ વચ્ચેના દરિયાઈ વિવાદમાં કોઈ ત્રીજા દેશને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. અમે અમારા દેશની સુરક્ષા અને દરિયાઈ અધિકારો માટે જરૂૂરી પગલાં લેવાનું ચાલુ રાખીશું.
ફિલિપાઈન્સ અને ભારતની નૌસેનાએ આ મહિને કવાયત હાથ ધરી હતી. જેમાં ભારત તરફથી ઈંગજ કદમત અને ફિલિપાઈન્સના ઇછઙ રેમન અલ્કારાઝ જહાજે ભાગ લીધો હતો. થોડા દિવસો પહેલા ચીની કોસ્ટ ગાર્ડ પર ફિલિપાઈન્સના જહાજો પર વોટર કેનનથી હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. આ અંગેના સવાલના જવાબમાં ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- આ આરોપો ખોટા છે. તેમણે દાવો કર્યો હતો કે ચીનની સતત ચેતવણીઓ છતાં ફિલિપાઈન્સ અમારા ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી રહ્યું છે.
કિઆને કહ્યું- ફિલિપાઈન્સનું જહાજ અમારા કોસ્ટ ગાર્ડ જહાજ સાથે અથડાયું, જેના કારણે અમારું જહાજ નાશ પામ્યું. આ પ્રકારની કાર્યવાહી અત્યંત જોખમી અને બેજવાબદારીભરી છે. આ ક્રિયાઓને કારણે, અમારા કોસ્ટ ગાર્ડે કાયદાના દાયરામાં રહીને જરૂૂરી પગલાં ભરવા પડ્યા, જે સંપૂર્ણપણે યોગ્ય છે. આ મામલે અમેરિકા દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિરોધ પર ચીને કહ્યું- અમે આવા રેટરિકને પ્રોત્સાહન આપતા નથી. ફિલિપાઈન્સ જે વિસ્તારને પોતાનો દાવો કરે છે તે ચીનનો ભાગ છે. અમેરિકા તેમને અમારી વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હકીકતમાં ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ચીનના કોસ્ટ ગાર્ડે દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સના જહાજો પર હુમલો કર્યો હતો. તેણે માછીમારોના જહાજ પર વોટર કેનનથી ફાયરિંગ કર્યું હતું. ચીને પહેલા જહાજોને ઘેરી લીધા અને પછી પાણીમાંથી હુમલો કર્યો. ફિલિપાઈન્સે ચીનના આ ગેરકાયદે અને આક્રમક પગલાની નિંદા કરી હતી.
26 સપ્ટેમ્બરના રોજ, ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડે સ્કારબોરો શોલ વિસ્તારમાં ચીન દ્વારા સ્થાપિત ફ્લોટિંગ અવરોધ દૂર કર્યો.સાઉથ ચાઈના સીમાં ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે આ પ્રકારનો સંઘર્ષ પહેલા પણ ઘણી વખત થઈ ચૂક્યો છે. આ વર્ષે પણ જાન્યુઆરીથી બંને દેશો વચ્ચે તણાવ ચાલુ છે.