2024માં કરવામાં આવી શકે છે ચાંગ ઊ-6 મિશન: ડ્રેગનના અવકાશ યાનની સાથે જશે પાકિસ્તાનનું પેલોડ
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાન અને ચીનની ધરતી પરની મિત્રતાથી સૌકોઈ વાકેફ છે. હવે આ બંને દેશોની મિત્રતા ધરતી પરથી છેક અવકાશ સુધી પહોંચવાની છે… ચીનની મૂન મિશનમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની એન્ટ્રી થવાના અહેવાલો મળી રહ્યા છે. સદાબહાર મિત્ર ચીન ટુંક સમયમાં પાકિસ્તાનને મોટી ખુશખબરી આપવાની તૈયારીમાં લાગી ગયું છે. ચીનની અવકાશ એજન્સીનું માનીએ તો, ડ્રેગન આવતા વર્ષે તેના અવકાશ મિશન પર પોતાનું અવકાશ યાન મોકલશે અને આ મિશન સાથે પાકિસ્તાનનું એક પેલોડ પણ લઈને જશે… સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ ચીનની અંતરિક્ષ એજન્સીએ કહ્યું છે કે, દેશનું આગામી પ્રસ્તાવિત ચંદ્ર અભિયાન પાકિસ્તાનનું પણ એક પેલોડ લઈને જશે.. સરકારી સમાચાર એજન્સી ‘શિન્હુઆ’એ ચીન નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (ઈગજઅ)ને ટાંકીને શુક્રવારે મહત્વનો અહેવાલો આપ્યો છે. શિન્હુઆના જણાવ્યા મુજબ, વર્તમાન યોજના મુજબ ચીનનું ચાંગ ઈ-6 ચંદ્ર અભિયાનની કામગીરી ચાલી રહી છે. ‘ધ ગ્લોબલ ટાઈમ્સ’ના અહેવાલો મુજબ ચાંગ ઈ-6 મિશનનું પ્રક્ષેપણ 2024માં કરવામાં આવી શકે છે અને આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ર્ય સુદૂરમાંથી નમુના લાવવાનો છે. અત્યાર સુધી મનુષ્યો દ્વારા ચંદ્ર પરથી સેમ્પલો એકત્ર કરવાના 10 અભિયાન માત્ર ચંદ્રની નજીકના ભાગ સુધી જ પહોંચી શક્યા છે. સીએનએનને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, સુદુર ભાગમાં એટકેન બેસિન સામેલ છે અને તે 3 મુખ્ય ચંદ્ર ભૂમિ આકૃતિઓમાંથી એક છે અને વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ તે ખુબ જ મહત્વપૂર્ણ છે.