ભારત એક વર્ષમાં 1.02 કરોડ ટન પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન કરે છે
ભારત વિશ્વમાં પ્લાસ્ટિક કચરાના ઉત્પાદનમાં પહેલાં ક્રમે છે. ભારતમાં એક વર્ષમાં 1.02 કરોડ ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે, જે બીજા સૌથી મોટા પ્લાસ્ટિક કચરાના ઉત્પાદક કરતાં બમણાં કરતાં પણ વધુ છે.
- Advertisement -
યુકેની યુનિવર્સિટી ઓફ લીડ્સના સંશોધકોના જણાવ્યાં અનુસાર, વિશ્વ દર વર્ષે 57 મિલિયન ટન પ્લાસ્ટિક પ્રદૂષણ ઉત્પન્ન કરે છે અને તેને સૌથી ઊંડા મહાસાગરોથી લઈને સૌથી ઊંચા પર્વતીય શિખરો અને લોકોના શરીરની અંદર સુધી ફેલાવે છે. આ 57 મિલિયન ટન પ્લાસ્ટિકના કચરામાંથી બે તૃતીયાંશ કરતાં વધુ ગ્લોબલ સાઉથમાંથી આવે છે.
આ અભ્યાસના લેખક કોસ્ટાસ વેલિસના જણાવ્યાં અનુસાર, દર વર્ષે વિશ્વમાં એટલો પ્લાસ્ટિક કચરો પેદા થાય છે કે તે ન્યૂયોર્ક સિટીના સેન્ટ્રલ પાર્કમાં આવેલી એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. રિસર્ચ માટે સંશોધકોએ વિશ્વભરના 50 હજારથી વધુ શહેરો અને નગરોમાં સ્થાનિક રીતે ઉત્પાદિત કચરાની તપાસ કરી હતી. અભ્યાસના પરિણામો નેચર જર્નલમાં પ્રકાશિત થયાં હતાં.આ અભ્યાસમાં એવાં પ્લાસ્ટિકની તપાસ કરવામાં આવી હતી જે ખુલ્લાં વાતાવરણમાં પ્રવેશે છે અને લેન્ડફિલમાં સમાપ્ત થતો નથી અથવા યોગ્ય રીતે નિકાલ થતો નથી .
વિશ્વની 15 ટકા વસ્તીમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં અને તેનો નિકાલ કરવામાં સરકારો નિષ્ફળ જાય છે. અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ એશિયા અને સબ-સહારન આફ્રિકામાં સૌથી વધુ પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન થાય છે. આ 15 ટકા વસ્તીમાં ભારતના 25.5 કરોડ લોકોનો સમાવેશ થાય છે. કોસ્ટાસ વેલિસના જણાવ્યાં મુજબ, લાગોસ વિશ્વના અન્ય શહેરો કરતાં વધુ પ્લાસ્ટિક પ્રદૂષણ ઉત્સર્જન કરે છે. આ સિવાય નવી દિલ્હી, લુઆન્ડા, અંગોલા, કરાચી અને ઇજિપ્તના કૈરો પણ પ્લાસ્ટિક પ્રદૂષિત કરનારા ટોચના દેશોમાં સામેલ છે.
- Advertisement -
ભારત, નાઈજીરિયા અને ઈન્ડોનેશિયા પછી ચીન ચોથા સ્થાને છે, ભારત, નાઈજીરિયા અને ઈન્ડોનેશિયા સૌથી વધુ પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવે છે. વેલિસે જણાવ્યું હતું કે પ્રદૂષણ માટે મોટાભાગે મુખ્ય વિલન તરીકે જોવામાં આવતાં ચીન ચોથા ક્રમે છે, પરંતુ કચરો ઘટાડવામાં તેને અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. અન્ય ટોચના પ્લાસ્ટિક પ્રદૂષકો પાકિસ્તાન, બાંગ્લાદેશ, રુસ અને બ્રાઝિલ છે. અભ્યાસના ડેટા અનુસાર, આ આઠ દેશો વિશ્વના અડધાંથી વધુ પ્લાસ્ટિક પ્રદૂષણ માટે જવાબદાર છે. અભ્યાસ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સ 52500 ટન કરતાં વધુ પ્લાસ્ટિક પ્રદૂષણ સાથે યાદીમાં 90 માં સ્થાને છે.
જ્યારે બ્રિટન લગભગ 5100 ટન સાથે 135 માં ક્રમે છે. 2022 માં, વિશ્વના મોટાભાગના દેશોએ પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે સંધિ કરી હતી. આ સંધિ પર અંતિમ વાટાઘાટો નવેમ્બરમાં દક્ષિણ કોરિયામાં થશે.