લોસ એન્જલસ અને અન્ય યુએસ શહેરોમાં ઇમિગ્રેશન દરોડાને લઈને વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે, ત્યારે ચીનના રાજ્ય મીડિયાએ ટ્રમ્પ સરકારની મજાક ઉડાવવાની તક ઝડપી લીધી છે, અને વોશિંગ્ટને ચાંદીના થાળીમાં સોંપેલા કટોકટીનો લાભ ઉઠાવ્યો છે.
- અમેરિકામાં ઇમિગ્રેશન દરોડાના વિરોધ વચ્ચે, ચીનના રાજ્ય મીડિયાએ ટ્રમ્પ વહીવટીતંત્ર પર તેના અનિયમિત શાસન પર હુમલો કર્યો.
- ચીની સોશિયલ મીડિયા મજાક ઉડાવતી ટિપ્પણીઓ અને વાયરલ હેશટેગ્સ સાથે આ ઝઘડામાં જોડાયું
- ટ્રમ્પ દ્વારા ચીન સાથે દુર્લભ પૃથ્વી ખનિજોના સોદાની જાહેરાત છતાં આ ટીકા થઈ રહી છે, જે તેમની અને ક્ઝીની અંતિમ મંજૂરીને આધીન છે.
અમેરિકામાં રહેલા ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાના ટ્રમ્પ વહીવટી તંત્રના પ્રયત્નો તીવ્ર બનતા જાય છે તે સાથે લોસ એન્જલસથી શરૂ થયેલી રમખાણોની જ્વાળા ન્યુયોર્ક શિકાગો સીએટલને આટલાન્ટા શહેરોમાં પણ ફેલાઇ રહેતાં ચીનના સત્તાવાર મીડીયાએ ટ્રમ્પ તંત્રની ઉગ્ર ટીકા કરવી શરૂ કરી હતી. ઠેકડી ઉડાડી હતી. તે ઉપરાંત ખાનગી સોશ્યલ મીડીયાએ પણ ટ્રમ્પતંત્રની જબ્બર ઠેકડી ઉડાડવી શરૂ કરી હતી.
- Advertisement -
એક તરફ રેર અર્થસ્ અંગે અમેરિકાએ ચીન સાથે સોદો કરી ચીનને રાજી કરવા પ્રયત્નો શરૂ કરી દીધા હોવા છતાં ચીન ટ્રમ્પની આ ફસામણની ઠેકડી ઉડાડી રહ્યું છે. મૂળભૂત રીતે તો વસાહતીઓને રહેવા દેવા કે ન રહેવા દેવા તે અમેરિકાનો આંતરિક મામલો છે. પરંતુ ચીને તેને અમેરિકા વિરૂદ્ધના પ્રચાર માટે સોનાની લગડી સમાન ગણી ટ્રમ્પ તંત્ર ઉપર તૂટી પડયું છે.
ચીનનાં સરકારી તંત્રે ટ્રમ્પ તંત્રની ઠેકડી ઉડાડતાં, તેના હુક્મોમાં રહેલી વિસંવાદિતાઓને ઘણી મોટી કરી દર્શાવવી શરૂ કરી છે, અને અમરિકાના જ શબ્દો ઉઠાવી તેને સામા ફેંક્યા છે. સાથે તેમ પણ કહ્યું છે કે આ વિસંવાદી વિધાનો જ અમેરિકામાં આંતરિક રીતે વહી રહેલી ગંભીર કટોકટી છતી કરે છે.
સૌથી વધુ ઉલ્લેખનીય તો તે છે કે ટ્રમ્પ તંત્ર ઉપર ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શીન હુરતા અને સરકારી પીઠબળ ધરાવતાં વર્તમાન પત્રો બૈજિંગ યૂથ ડેઇલી અને બૈજિંગ ડેઈલીએ તો ગજબનો મારો ચલાવ્યો છે. અન્ય મીડીયા ચાઉબેટ્સે અમેરિકાના જ નાગરિકો સામે નેશનલ ગાર્ડઝ મુકવાની પ્રવૃત્તિની ઉગ્ર ટીકા કરી હતી. સાથે આગાહી કરી હતી કે અમેરિકાનું રાજકારણ હવે આગાહી જ કરી ન શકાય, તેવા અંધાધૂંધી ભર્યા યુગમાં પ્રવેશી રહ્યું છે. તેમ હોંગકોંગ સ્થિત સાઉથ ચાયના મોર્નિંગ પોસ્ટે જણાવ્યું હતું.
- Advertisement -