-ચીનની ગતિવિધી પર નજર રાખવા તાઈવાને લડાયક હવાઈ પેટ્રોલીંગ વિમાન સહિતની સિસ્ટમ કામે લગાડી
તાઈવાનના રાષ્ટ્રીય રક્ષા મંત્રાલયે ટવીટ કરીને જણાવ્યુ હતું કે તાઈવાનની આસપાસ 31 પીએલએ (પીપલ્સ લિબરેશન આર્મી) વિમાન અને ચાર પીએલએએન જહાજો શૂક્રવારે સવારે 6 વાગ્યે જોવા મળ્યા હતા.
- Advertisement -
ચીન અને તાઈવાન વચ્ચે ચાલી રહેલ તનાવ વચ્ચે ચીને ફરી એકવાર ઘુસણખોરી કરવાની કોશીશ કરી છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, પતો લગાવાયેલા વિમાનોમાંથી 12 વિમાનોએ તાઈવાન જળડમરૂ મધ્યની મધ્ય રેખાને પાર કરી હતી અને તાઈવાનના દક્ષિણ-પશ્ચિમ વાયુ રક્ષા ઓળખ ક્ષેત્ર (એડીઆઈઝેડ)માં પ્રવેશ કર્યો હતો.
તાઈવાનનાં રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, આરઓસી સશસ્ત્ર દળોએ સ્થિતિની દેખરેખ કરી હતી અને ચીનની આ ગતિવિધીઓનો જવાબ આપવા માટે લડાયક હવાઈ પેટ્રોલીંગ વિમાન, નૌસેનાના જહાજો અને ભૂમિ આધારીત મિસાઈલ સીસ્ટમને કામ સોંપાયું હતું.