સોમેશ્વર સેવા સમિતિ દ્વારા રૈયાધાર ડ્રીમસિટી પાસે આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગરણમાં સતત બીજા વર્ષે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યાં આસપાસના વિસ્તારની બાળાઓ દ્વારા મા આદ્ય શક્તિની આરાધના અને રાસ ગરબા લેવામાં આવે છે. રાસ ગરબા માટે બહેનોના માર્ગદર્શન હેઠળ અંક્તિબેન, મૈત્રીબેન, શ્રધ્ધાબેન, પલકબેન, વિધિબેન, નેહાબેન, શીતલબેન, ઉષાબેન અને ધારાબેન દ્વારા રાસોત્સવ કરવામાં આવે છે. આ પ્રાચીન ગરબીને સફળ બનાવવા માટે મુખ્ય વ્યવસ્થાપક પુનીતભાઇ પાંચાણી, અભિષક ગઢીયા, ધવલભાઇ તેમજ પાઠકભાઇ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે.
ડ્રીમસિટી પાસે સોમેશ્ર્વર મહાદેવ મંદિરે પ્રાચીન ગરબીમાં બાળાઓએ માઁની આરાધના કરી

Follow US
Find US on Social Medias


